Back

જુગાર રમતા બે મહીલા સહિત ચાર પુરુષોની ધરપકડ કરતી માંડવી મરીન પોલીસ

માંડવી કચ્છ :- આજરોજ પોલીસ મહા નિરીક્ષક શ્રીની કચેરીની હેલ્પલાઇન નંબર પર મળેલ માહીતી મુજબ આશીર્વાદનગર માંડવીમાં રહેતાં ચાંદનીબેન પોતાના ભાડાના મકાનના બહારથી માણસોને બોલાવી પત્તાપાના વળે હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી માહીતી મળતાં સદર જગ્યાએ રેઇડ કરવા માટેની સુચના પો.ઇન્સ.શ્રી એમ.એન. ચૌહાણ માંડવી મરીન પો.સ્ટે. નાઓને આપતા જુગારધારાની જોગવાઇ મુજબનું રેઇડ કરવાનું વોરંટ મેળવી પંચો તથા સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં રોકડ રૂપીયા ૩૬,૬૦૦/- મોબાઇલ નંગ - ૭ કિંમત રૂ,૨૪,૫૦૦/ - વાહન,૩ કિંમત રૂ.૫૦,૦૦૦/ - ઇગ્લીશ દારૂ ૫૦૦ એમ.એલ,કિંમત રૂ,૨૦૦/ - એમ કુલ રૂ,૧,૧૧,૧૦૦/ - નો મુદ્દામાલ કન્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . આરોપીઓ : ( ૧ ) હૈદરઅલી હુસેન શૈમ રહે , મોટા સલાયા

( ૨ ) દિનેશગીરી હરીગીરી ગૌસ્વામી રહે , - તળાવ નાકા માંડવી

( ૩ ) ગજેન્દ્ર યોગેસ કુસવા રહે , ભુકંપનગરી , માંડવી

( ૪ ) કેતન નરોતમ રાજગોર રહે , - ભુજ ઓકટ્રોય પાસે , માંડવી

( ૫ ) પુજાબા લધુભા જાડેજા રહે , - ભુકંપનગરી , માંડવી

( ૬ ) ચાંદની જીતુભાઇ રાઠોડ રહે , આશિર્વાદ નગર , માંડવી ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ.સાહેબ શ્રી એમ.એન.ચૌહાણ, એએસઆઈ  નારણભાઇ મુળાભાઇ , પો. કોન્સ.જયપાલસિંહ વિક્રમસિંહ , પો.કોન્સ.ફલજીભાઇ ધનરાજભાઇ,પો.કોન્સ. કમલેશભાઇ મેઘરાજભાઇ,યુ . પો.કોન્સ.નીલમબેન રજુજી , . પો.કોન્સ.દરીયાબેન જોરાભાઇ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે રહી સફળ કામગીરી કરેલ છે .

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..