Back

દરિયાકિનારાના માછીમારો ને અનાજકીટ આપવા અને માલધારી સમાજ ના પશુઓ માટે લીલા ઘાસચારો આપવા પત્રકારો એ કરી કલેકટર ને રજુઆત.


દેવભૂમિદ્વારકા જીલ્લા ના ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર ને રાજુઆત કરવામાં આવી છે કે હાલ કોરોના વાઇરસના લઈને હાહાકાર મચી ગયો છે.હાલ લોકડાઉન ની કડક હાથે કામગીરી થઈ રહી છે.  દરિયાકિનારા ના માછીમારો રોજે રોજ નું કમાઈ ને ગુજરાન ચલાવે છે. હાલ તેમને લોકડાઉન ના કારણે તેઓને મુશ્કેલીઓ નો સામનો  કરવો પડે છે.  દરિયાઈ વિસ્તાર ના લોકોને અનાજ ની કીટ અને જીવન જરૂરિયાત વસ્તુ આપવામાં આવે અને માલધારી સમાજ ના પશુઓ માટે લીલા ઘાસચારો તાત્કાલીક ના ધોરણે મળી રહે તે માટે વાત્સલ્ય ન્યુઝ ના પત્રકાર મુસ્તાક સોઢા અને સમાચાર ટુડે ન્યૂઝ ના પત્રકાર મુસ્તુફા સુમરા દ્વારા જિલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવી છે.