Back

વિજાપુર તાલુકા ના ગામડા ઓ સહીત શહેર વિસ્તારમાં લોકડાઉન ની ભારે અસર ચુસ્ત પાલન કરાવવા પોલીસ સક્રીય

વિજાપુર તાલુકા ના ગામડાઓ સહીત લોકડાઉન ની ભારે અસર શહેર કરતા ગામડા ઓ માં ચુસ્ત પાલન પોલીસ ની સક્રીય કામગીરી

વિજાપુર તા

મુજક્કીર સૈયદ વિજાપુર


કોરોના વાઈરસના ભય વચ્ચે વિજાપુર તાલુકા સહિત ઉત્તર ગુજરાતના શહેરો તેમજ ગામડાઓમાં પણ ઝડબેસલાક લોકડાઉનની અસર પ્રવર્તી રહી છે. છેલ્લા પાંચ દિવસથી આ પંથકના શહેરોમાં લોકડાઉનનો અમલ થતો જોવા મળ્યો હતો. પરંતુ રવિવારથી ગામડાઓમાં પણ કોરોના વાઈરસનો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે વિજાપુર તાલુકા માં આવેલા મોટા ભાગના ગામડાઓમાં પ્રવેશદ્વાર ઉપર આડશો ઉભી કરી ગ્રામજનોએ બહારથી આવનારા લોકો માટે પ્રવેશબંધી ચાલુ કરી સાવચેતીના પગલાં આરંભ્યા છે  વિજાપુર શહેરમાં તેમજ તાલુકાના આસપાસ ના ગામો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. લોકડાઉનના પગલે વિજાપુર વસાઈ લાડોલ ની પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વૈશ્વિક મહામારીમાં કોરોના વાયર સામે લડવા અંતરિયાળ ગામોની પ્રજા પણ પોલીસ તેમજ સરકારને પુરતું સમર્થન આપી મહામારી કોરોના વાયરસ સામે લડવા સ્વેચ્છાએ ઘરની બહાર નીકળવાનું ટાળી રહી છે. ગ્રામીણ ક્ષેત્રમાં દૂધ ઉત્પાદક મંડળીઓમાં પણ દૂધ ભરાવતા ગ્રાહકોને એકબીજાથી દોઢ મીટર દૂર જેટલું અંતર રાખી દૂર ઉભા રહી દૂધ ભરાવવાની સલાહ આપવામાં આવી રહી છે. કેટલીક મંડળીઓમાં ગોળ સર્કલ બનાવી દોઢ મીટરના અંતરે ગ્રાહકોને લાઈનમાં ઉભા રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ગામમાં આવેલ કરિયાણાની દુકાનો આગળ તેમજ ઘરઘંટી આગળ એક એક મીટરના અંતરે રાઉન્ડ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ ગ્રામીણ ક્ષેત્રમાં બહારથી આવતા વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે તેમજ હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવેલા પરિવારની અન્ય વ્યક્તિઓ મુલાકાત ન લે તે માટે તેમના ઘરની બહાર પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યા છે તેમજ જીલ્લા અને તાલુકા નું આરોગ્ય વિભાગ જાનની પરવા કર્યા વગર ખડેપગે કામગીરી કરવામાં આવી રહી છે.

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..