Back

બનાસકાંઠાના જિલ્લાના પાલનપુર તાલુકાનું વાસણ ગામ મુકામે માલે સલામ વિચરતી જાતિ નો વસવાટ છે

વૈશ્વિક મહામારી થી બચવા માટે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આદેશાનુસાર ૨૧ દિવસ લોકડાઉન છે ત્યારે બનાસકાંઠાના જિલ્લાના પાલનપુર તાલુકાનું વાસણ ગામ મુકામે માલે સલામ વિચરતી જાતિ નો વસવાટ છે એમનું કામ ભિક્ષાવૃત્તિ અને મજુરી કરી ગુજરાન ચલાવતા હોય છે અને એમનું રહેઠાણ એ ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકાઓ ના ગામડા માં સ્થળાંતર રૂપી હોય છે ત્યારે બનાસકાંઠા કલેકટર શ્રી સંદીપ સાંગલે ના માર્ગદર્શન હેઠળ નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમથી કડી ખીચડી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે નીસહાય લોકોને મદદ રૂપ બની સેવા આપતા નિસ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ ઠાકોર ડોક્ટર સુરેન્દ્રગુપ્તા ડોક્ટર હિતેષઠાકર ગામના સરપંચ નિરૂબેનહર્ષવર્ધન મોર ઠાકુરદાસખત્રી અમિતદરબાર અને નિસ્વાર્થ સેવા સંગઠન ટીમ દ્વારા ની સહાય લોકોને કઢી ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું સાથે ડોક્ટર ટીમ દ્વારા કોરોના વાયરસ થી જાગૃત કરતા અભિયાન આગળ ચલાવી ઘરમાં રહેવા વિનંતી કરી સાથે બીજા ભોજન આપતા સંગઠનોને પણ અપીલ કરવામાં આવી કે બની શકે તો આવા લોકોને પણ મદદ કરવા વિનંતી


વાત્સલ્ય ન્યૂઝ 

બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..