Back

કોરાના સામે જંગમાં વાંકાનેર ખેડૂતનું યોગદાન: અતિવૃષ્ટિમાં મળેલી સહાય સરકારને પરત કરી

આભને ટેકો આપે એવા ખમીરવંતા યુવાનો હજી છે, આ ગુજરાતની ધરતીપર તે ખેડુતે સાબિત કર્યું

મોરબી: સમગ્ર વિશ્વ હાલ કોરાના મહામારીનો સામનો કરી રહ્યો છે. ત્યારે ભારત દેશમાં પણ આ મહામારી એ માથું ઊંચક્યું છે. અને કોરોના માટેની જંગ માટે સરકાર ને આર્થિક રીતે મદદરૂપ થવા માટે નાના મોટા સહું કોઈ યોગદાન આપી રાષ્ટ્રપ્રેમ દર્શાવી રહ્યા છે. ત્યારે અતિવૃષ્ટિમાં મળેલ સહાયની રકમ પરત કરી ખેડુતે પોતાનું યોગદાન આપી માનવ તરીકે માનવને મદદરૂપ બનવા ખેડુતે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. 

જેમાં વાંકાનેરના પેડક વિસ્તારમાં રહેતા અને લૂંણસરિયા ગામના ખેડુત રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને અતિવૃષ્ટિ સમયે સરકાર તરફથી સહાયરૂપે મળેલ રૂપિયા ૧૩૫૦૦ અને તેમાં પોતાના ૧૦૦૧ ઉમેરી કુલ રૂપિયા ૧૪૫૦૧ નો ચેક રૂપે મુખ્યમંત્રી રાહત રાહતફંડમાં આપી દીધી છે.

અંતમાં રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આવી વિપરીત પરિસ્થિતિને સરકાર પહોંચી વળી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની શકે તે માટે મને મળેલ સહાય સરકારશ્રી ને પરંત કરેલ છે. અને ૨૧ દિવસના લોકડાઉનમાં હુ મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું તેટલી મારી પાસે રકમ છે. સરકારશ્રી જરૂરિયાતમંદ લોકોને- હોસ્પિટલોમાં મદદરૂપ બને. અને અતિવૃષ્ટિના સમયે સરકારની સહાય પર નિર્ભર ખેડુતની મજાક બનાવી દીધી છે. જેથી આ દેશનો ખેડુત જરૂર પડ્યે રાષ્ટ્રહિત માટે પોતાનું યોગદાન આપી પણ જાણે છે એ દષ્ટાત પુરૂ પાડવા પ્રયત્ન કર્યો છે. ત્યારે ખેડુતના આ તેમના કાર્યની ચારે તરફ પ્રશંસા થય રહી છે.

Jayesh Bokhani & Dhaval Trivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..