Back

બાબરા પંથક માં લોકડાઉન નો ખુબ સારો અમલ, બાબરા પોલિસ ની સુંદર કામગીરી.

બાબરા પંથક માં લોકડાઉન નો ખુબ સારો અમલ, બાબરા પોલિસ ની સુંદર કામગીરી.


(તાલુકા ના ગામો માં પોલિસ નું સતત પેટ્રોલિંગ. લોકો માં જાગ્રૃતા આવી)


બાબરા.ગુજરાત

          દેશ સહિત વિશ્વ માં કોરોના વાયરસ નો કાળો કહેર છે. અને ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના આદેશ અનુસાર સમગ્ર દેશ માં ૨૧ દિવસ માટે લોક ડાઉન લગાવવા માં આવ્યું છે. ત્યારે ગુજરાત ના મોટાભાગ ના જીલ્લાઓ માં કોરોના ના કેસો નોંધાયા છે. ગુજરાત મા અમરેલી જીલ્લા માં તંત્ર દ્રારા જે કામગીરી કરવા માં આવી રહી છે તેના કારણે હજુ સુધી આ વાયરસ અમરેલી જીલ્લા મા પ્રવેશી સક્યો નથી.

        બાબરા તાલુકા માં લોક ડાઉન નો સારી રીતે અમલ થતો દેખાય આવે છે. અમરેલી ના એસ.પી. સાહેબ તેમજ કલેક્ટર સાહેબ ની ખુબ સુંદર કામગીરી થય રહી છે. જીલ્લા ની જનતા ની રક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરી લોક ડાઉન નો અમલ કરાવી રહ્યા છે. અમરેલી એસ.પી. સાહેબ ના આદેશ મુજબ બાબરા પોલિસ જવાનો દ્રારા સતત તાલુકા ના ગામો માં પેટ્રોલિંગ કરવા માં આવી રહ્યું છે. જો કોઈ કાયદા નો ભંગ કરતા દેખાય આવે તો તેમના વિરૂધ્ધ મા કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવી રહી છે. બાબરા તાલુકા ના ચમારડી, વલારડી, કુંવરગઢ, પીરખિજડીયા, ધરાઈ, વાવડી, મોટા દેવળીયા, ત્રંબોડા, ગમા પીપળીયા, ઘુંઘરાળા, ચરખા, કોટડાપીઠા, ઉંટવડ, સહિત તમામ ગામો માં પોલિસ જવાનો દ્રારા સતત પેટ્રોલિંગ કરવા માં આવે છે. અને લોકો ને ઘર માં જ રહેવા અપીલ કરવા માં આવે છે.

        ત્યારે તાલુકા ની જનતા દ્રારા પોલિસ ની કામગીરી વતી આભાર વ્યક્ત કરવા માં આવી રહ્યો છે. અને પોલિસ જવાનો નો દ્રારા પણ જાહેર જનતા ને વારમ વાર અપીલ કરવા માં આવી રહ્યી છે કે કામ વગર ઘરની બહાર ના નિકળો આ કોરોના સામે લડવાનો આ એકજ રસ્તો છે કે ઘર મા રહો.

      ત્યારે અમારી વાત્સલ્ય ન્યુંજ ની ટીમ તેમજ બાબરા ના રીપોર્ટર રાહુલ ડી. પરમાર દ્રારા પણ બાબરા પોલિસ તેમજ જીલ્લા પોલિસ ને શુભેચ્છા સહ આભાર માન્યે છી. તેમજ જાહેર જનતા ને અપીલ કરીએ છી કે કામ વગર ઘર બહાર નિકળવાનું ટાળો અને પોલિસ જવાનો ને સાથ સહકાર આપો અને કોરોના ને ભગાવો. આ પરિસ્થિતી મા ડરવા ની જરુર નથી પણ સાવચેત રહેવાની ખુબજ જરુર છે. આ કોરોના વાયરસ એક બીજાને અડવા થી થાય છે માટે બને એટલું ઘર બહાર ના નિકળો અને જો જીવન જરુરી ચીજ વસ્તુંઓ લેવા જવું હોય તો ઘર ના કોઈ એક વેક્તીએ જઈ વસ્તુંઓ લઈ આવો એ પણ ટુકા સમય મા પરત ઘર અંદર આવી જવું. અને મોઢા પર માસ કે રૂમાલ હમેંશા રાખો. અત મા અમારી અપીલ છે કે ઘર મા રહો સુરક્ષિત રહો.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

બાબરા તાલુકા રીપોર્ટર

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..