Back

કોરોના સંક્રમણને અટકાવવા બનાસકાંઠામાં સહાયનો ધોધ પાલનપુર કબીર આશ્રમ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૫ લાખનું દાન અપાયું


        મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની  કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો ઝડપી પ્રતિસાદ આપતા  સામાજિક દાયિત્વ રૂપે મુખ્યમંત્રી રાહત નિધિમાં આજે પાલનપુરના શ્રી સદગુરૂ કબીર રામસ્વરૂપદાસજી ફાઉન્ડેશન (કબીર આશ્રમ), પાલનપુર દ્વારા રૂ. ૫ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. પાલનપુર કબીર આશ્રમના સંચાલિકા શ્રી સરલાબેન રામાણીએ રૂ. ૫ લાખનો ચેક બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે કબીર આશ્રમના ટ્રસ્ટી સર્વશ્રી વિરજીભાઇ જુડાલ, શ્રી દિપકભાઇ શાહ, શ્રી નથાભાઇ પટેલ અને શ્રી શૈલેષભાઇ રાવલ ઉપસ્થિત રહ્યા હતાં.  અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ થરાદ માર્કેટયાર્ડ દ્વારા રૂ. ૨૫ લાખ, શ્રી ત્રિસ્તૃતીક જૈન સંઘ થરાદ દ્વારા રૂ. ૨૧ લાખ અને નિવૃત્ત અધિકારીશ્રી એન. કે. રાઠોડ તથા પાલનપુરના જાણિતા ર્ડા. એસ. કે. મેવાડાએ રૂ. ૧- ૧ લાખના ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા્ છે. શ્રી થરાદ જૈન સંઘે કલેકટરશ્રીના ડિસ્ટ્રીક્ટ રાહત ફંડમાં પણ રૂ. ૨ લાખનું દાન આપ્યું  છે. આમ મુખ્યમંત્રીશ્રીની અપીલને પગલે મુખ્યમંત્રી રાહત ફંડમાં બનાસકાંઠા જિલ્લામાં સહાયનો ધોધ અવિરતપણે વહી રહ્યો છે.


વાત્સલ્ય ન્યૂઝ 

બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..