Back

કોરોના વાયરસના પગલે ભરૂચના ઝાડેશ્વર ગામના પ્રવેશ દ્વાર પંચાયત દ્વારા બંધ કરાયો

લોકડાઉન અને જાહેરનામાના પગલે ઝાડેશ્વર ગામની બહારના લોકો ઉપર અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો છે
કોરોના વાયરસ નું સંક્રમણ અટકી શકે જેને લઈ સમગ્ર દેશભર ગુજરાત રાજ્ય માં લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે ભરૂચ જીલ્લામાં પણ લોકડાઉનની અસર બેઅસર જોવા મળી રહી છે જેના પગલે ભરૂચ ની કેટલાક સોસાયટી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોના પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં ઝાડેશ્વર સહિતની અનેક પંચાયતો સહિત સોસાયટીઓ દ્વારા પ્રવેશ દ્વાર સ્વૈચ્છીક બંધ કરી દેવાયા છે
ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા ભરૂચ જીલ્લા માં લોકડાઉન હોવાના કારણે ઝાડેશ્વર ગામમાં કોઈ બહારના લોકો અવરજ્વર ન કરી શકે તે માટે પ્રવેશ દ્વાર સીલ કરી દેવામાં આવ્યો છે પ્રવેશ દ્વાર ઉપર બાંબુ તથા કાપડ લગાવી બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે ઝાડેશ્વર ગામ કોઈ પણ અવરજ્વર ન કરી શકે તે માટે ગામમાં સ્વૈચ્છીક લોકડાઉનને સહકાર આપી રહ્યા છે તો બીજી તરફ નવા તવરા તથા જુના તવરા ગામના મુખ્ય માર્ગના ગેટ બનાવી મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવેલ છે હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે જૂનાતવરા અને નવાતવરા ગામમાં બહારના લોકો ન પ્રવેશે તથા ફેરિયાઓ તથા અન્ય લોકો ગામમાં પ્રવેશ ના થાય અને ગામના હિતને ધ્યાનમાં રાખી નવાતવરા ના સરપંચ તથા જૂના તવરાગામના સરપંચ દ્વારા ગામને કોરોના  વાઈરસ ના સંક્રમણ થી બચવા માટે બહાર થી આવતા લોકોને અટકાવવાના અટકાવવામા આવે છે જેને લઈ આજે ગામના મુખ્ય માર્ગ પર ગેટ બનાવી દેવામાં આવેલ છે અને ગેટને ફાટક જેવું સ્વરૂપ આપવામાં આવેલ છે જેથી ઈમરજન્સી સેવાઓ ચાલુ રહે અને ગામમાં અન્ય કોઈ બહારની વ્યક્તિ પ્રવેશ ના કરે તથા ગામના લોકો મહેમાન કે અન્ય કોઈ કામગર ગામની બહાર ના નીકળે જેને ધ્યાનમાં રાખી કામ ના મુખ્ય માર્ગ પર ગેટ બનાવી દેવામાં આવેલ છે ભરૂચ જીલ્લા માં લોકડાઉન ના પગલે ગ્રામ પંચાયતો તથા સોસાયટી ના લોકો પણ સ્વયંભૂ સરકાર ના લોકડાઉન ને સહકાર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..