Back

મોરબી જિલ્લામાં સર્વેલન્સના બીજા તબક્કાની શરૂઆત

આરોગ્ય વિભાગની સર્વે ટીમને સહકાર આપવા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતીરાની અપીલ

મોરબી તા. 30-માર્ચ

કોરોનાનાં અનુસંધાને મોરબી જિલ્લામાં સર્વેલન્સના બીજા તબકકાની શરૂઆત ૩૦-૦3-૨૦૨૦૨ સોમવારના રોજથી કરવામાં આવી છે. આ સર્વેમાં અન્ય દેશ કે અન્ય રાજયોમાંથી આવેલ વ્યકિતઓ તેમજ શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો ઘરાવતા વ્યકિતઓને અલગ તારવવામાં આવશે. આ ઉપરાંત સર્વેની કામગીરીમાં ૬૦ વર્ષથી ઉપરના અને ૬૦ વર્ષથી નીચેના એમ બે વિભાગમાં કરવામાં આવશે. દરમિયાન ડાયાબીટીસ, બીપી, કેન્સર, કિડનીની બીમારી, હદયરોગની બીમારી વગેરે જેવી લાંબા સમયની બીમારી ધરાવતા લોકોને એક અલગ યાદી બનાવવામાં આવશે.

સર્વે દરમિયાન આરોગ્ય કર્મચારીઓ તેમજ આરોગ્ય વિભાગની ટીમો સર્વે કરવા આવે ત્યારે તમામ માહિતી આપી સહકાર આપવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના તમામ લોકોને મોરબી જિલ્લા વહીવટી તંત્ર વતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે.એમ.કતીરા દ્વારા અપીલ કરી લોકોને પોતાના ઘરમાં જ રહી સર્વેની કામગીરીમાં સહકાર આપવા અને કોરોના સામેના યુદ્ધમાં સૌ સાથે મળીને વિજય મેળવવા અનુરોધ પણ કર્યો છે.


મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..