Back

ભરૂચ ઘરમાં રહેવાને બદલે લોકો નીકળ્યા બહાર લટાર મારવા પોલીસે બાઈકો ડીટેઈન કરી

ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે હજી પણ કેટલાક લોકો ઘરોમાં રહેવાના બદલે બહાર નીકળી રહયાં છે ત્યારે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરતાં 250 જેટલી બાઇક ડીટેઇન કરી છે ભારત દેશમાં લોકડાઉનના કારણે લોકોને ઘરોની બહાર નહિ નીકળવા સુચના આપવામાં આવી છે અને લોકો પોતાના ઘરોમાં જ રહે તે માટે કલમ- 144 લાગુ કરી દેવામાં આવી છે કેટલાક લોકો જાહેરનામાનો ભંગ કરી લટાર મારવા નીકળી રહયાં છે લોકો પર અંકુશ રાખવા માટે પોલીસ હવે ડ્રોન કેમેરાની મદદ લઇ રહી છે પાંચ કરતાં વધારે લોકો એકત્ર થયેલા દેખાય છે ત્યાં પોલીસ પહોંચી તમામ સામે અટકાયતી પગલાં ભરી રહી છે પોલીસની કાર્યવાહીના પગલે લોકો હવે ઘરોમાં રહેવાનું પસંદ કરી રહયાં છે લોક ડાઉનની જાહેરાત બાદ એ ડીવીઝન પોલીસે અત્યાર સુધીમાં 250 જેટલી બાઇક ડીટેઇન કરી છે આમ આપ જો બાઇક લઇને લટાર મારવાનું વિચારી રહયાં હોય તો ચેતી જજો કારણ પોલીસ હવે આકાશમાંથી પણ તમારા ઉપર ચાંપતી નજર રાખી રહી છે


ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..