Back

કોરોના હાહાકાર : મોરબીમાં વધુ બે શંકાસ્પદ દર્દીઓ આઈસોલેશન વોર્ડમાં દાખલ

  મોરબી જીલ્લામાં હજુ સુધી કોરોનાનો હાહાકાર જોવા મળ્યો નથી અને અગાઉ આઈસોલેશનમાં ખસેડવામાં આવેલ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આજે મોરબીમાં બે શંકાસ્પદ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે

        મોરબીમાં આજે બે દર્દીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા બંને દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સેમ્પલ લઈને જામનગર લેબમાં મોકલ્યા છે જેમાં મળતી માહિતી મુજબ એક યુવાન યુપીથી ગત તા. ૧૮ ના રોજ આવ્યો હોય તેમજ અન્ય એક સ્થાનિક યુવાનમાં પણ લક્ષણો દેખાતા બંને શંકાસ્પદને હાલ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને સેમ્પલ લઈને રીપોર્ટની રાહ જોવાઈ રહી છે


ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..