Back

ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રહિયોલ પંચાયત વિસ્તાર ના જરૂરિયાતમંદ લોકો માટે કરિયાણા કીટ નું વિતરણ

અહેવાલ 

ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રહિયોલ પંચાયત વિસ્તાર ના  જરૂરિયાતમંદ લોકો માટે કરિયાણા કીટ નું વિતરણ 

ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જરૂરિયાતમંદ લોકો જેમના ધંધા, રોજગાર, દૈનિક દહાડી કોરોના વાયરસ ને કારણે આખું ભારત લૉકડાઉન હોવાના કારણે છીનવાઈ ગઈ છે જેમનું ઘર ચલાવવું કઠિન બની ગયું છે તેમને રહીયોલ પંચાયત વિસ્તાર ના જરૂરિયાતમંદ લોકો ને ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ મંત્રી હિમાંશુભાઈ પટેલ (પુંસરી) અરવલ્લી જિલ્લા યુવા મોરચા પ્રમુખ પ્રશાંત પટેલ રહિયોલ ગામ ના આગેવાન શ્રી ભીખાભાઇ પટેલ શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ રણજીતભાઇ(સરપંચ) મેહુલ જયસ્વાલ(ડે. સરપંચ ) તથા ગામ ના મિત્રો રવિન્દ્ર પટેલ તારક પટેલ અંકિત પટેલ દિવ્યાંગ પ્રજાપતિ અનિલ પ્રજાપતિ બંટી કુલદીપ દ્વારા કરીયાણાની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રીપોર્ટર)

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..