Back

વલસાડ-ડાંગ ના સાંસદ કે.સી પટેલ કોરોના વાયરસ ના કહેર સમયે પ્રજાની વ્હોરે

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ - મદન વૈષ્ણવ

પોતાનો એક મહિનાનો પગાર પ્રધાનમંત્રી કેરસમાં જમા કરાવ્યો પોતાની ગ્રાંટ માંથી એક કરોડ ફાળવ્યા

વિશ્વ વ્યાપી કોરોના વાયરસ નું કહેર ફેલાયો હોય એવામાં વલસાડ - ડાંગના લોકલાડીલ સાંસદ ડો.કે.સી પટેલ દ્વારા પોતાનો એક મહિનાઓ પગાર પ્રધાનમંત્રી કેરસ ફંડ માં જમા કરાવ્યો હતો જયારે પોતાની સાંસદની ગ્રાન્ટમાંથી એક કરોડ રૂપિયા વલસાડ,વાંસદા તથા ડાંગ જેવા આદિવાસી વિસ્તાતમાં કોરોના સામે લડવા માંટે વલસાડ ડાંગ વાંસદા ની જનતા માટે આપ્યા છે જ્યારે હંમેશા આદિવાસી વિસ્તારમાં આવનારી કોઈ પણ પ્રકારની આફતમાં વલસાડ-ડાંગ ના સાંસદ ડો.કે.સી.પટેલ પ્રજાના પડખે ઉભા રહી હંમેશા તત્પર રહેતા હોય છે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કોરોના વાઇરસનો લોકોમાં ફેલાવાને અટકાવવા પ્રજાના હિતમાં ૨૧ દિવસ માટે સંપુર્ણ ભારતને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જાહેર જનતા ને ઘરમાં રહો સ્વસ્થ રહો ઘરની બહાર ન નીકળવા માટે જણાવ્યું છે ત્યારે આવા કપરા સમયમાં વલસાડ-ડાંગના સાંસદ પોતાનો એક મહિનાનો પગાર અને પોતાની ગ્રાન્ટમાંથી એક કરોડ રૂપિયા જનતા ને અર્પણ કરે એ વલસાડ ,વાંસદા અને ડાંગની જનતા માટે ખુબજ સારા સમાચાર છે આવા કપરા સમયમાં વલસાડ -ડાંગના સાંસદ કે.સી પટેલ દ્વારા લોકોને ઘરમાં રહેવા માટે જણાવ્યું હતું "ઘરમાં રહો- સ્વસ્થ રહો" અને વહીવટી તંત્ર તરફ થી મળેલ ગાઈડ લાઇન પ્રમાણે પ્રજા એનું અનુકરણ કરશે તો બીજા દેશો કરતા પણ આપડે કોરોના વાયરસ જેવી મહામારી સામે વહેલી તકે જંગ જીતી જઈશું જેવી બાબતે લોકોનું ધ્યાન દોરી અનુકરણ કરવા જણાવ્યું હતું

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..