Back

કોરોના લોક ડાઉન વચ્ચે કાલોલ સહીત તાલુકા ની બેંકો માં નાણાકીય વ્યવહારો માટે લાગી લાંબી લાઈનો.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા


કોરોના વાયરસ ના સંક્રમણ ની શકયતા જોતા સરકારે લોક ડાઉન કરતા બેંકો નો સમય સવારે ૧૦ થી બપોરે ૨ સુધી નો (ફક્ત નાણાં લેવા આપવા) કરી દેવામાં આવ્યો છે અને સોસિયલ ડિસ્ટનસ રાખી તે મુજબ   બેંક ની બહાર લાઇનો કરી વારાફરતી બેંક માં બોલાવીને નાણાકીય વ્યવહાર થાય છે ત્યારે બેંકો સિવાય એ.ટી.એમ અને કિઓસ્ક (ગ્રાહક કેન્દ્રો)હોવા છતાં પણ બેંકો ની બહાર લાંબી લાઈનો બેંકો ખુલતા અગાઉ જ લાગી જતી હોવાનું બહાર આવ્યું છે લોક ડાઉન માં રોકડીયા વ્યવહાર થતા હોવાથી કેટલાયે લોકો ના ક્લિયરિંગ ના ચેકો પણ અટવાયા છે. કાલોલ ની બેંક ઓફ બરોડા ,સેન્ટ્રલ બેંક,સ્ટેટ બેન્ક માં ઉપરાંત વેજલપુર ની દેના બેંક ,સ્ટેટ બેન્ક માં સવારથી જ ગ્રાહકોની લાઈનો લાગે છે.જેમાં મહિલાઓ ની સંખ્યા વધુ હોવાનું જણાય છે. લોક ડાઉન માં મોટાભાગના લોકો પાસે નાણાં ની અછત હોવાનું જાણવા મળે છે ઉપરાંત કેટલાક નાના દુકાનદારો ને અને મધ્યમવર્ગીય લોકો ની કહેવાય કે ન સહેવાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હજુ બીજા પંદર દિવસ સુધી કેમ કરી ઘર ચલાવવું તે પ્રશ્ન થયો છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..