Back

હાલોલ:- લોકડાઉનના માહોલમાં હાલોલ GIDC એકમોના માલિકો દ્રારા રાશન કીટનું વિતરણ કરાયુ..

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે  લોકડાઉનની સ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ચુક્યા છે જ્યારે ધધાં રોજગાર બંધ થઈ જતા ગરીબ પરિવારોની હાલત દયનિય બની છે ત્યારે હાલોલ ઔધોગિક એકમોમાં સ્થાનિક તેમજ પરપ્રાંતીય મજૂરો હમાલી જેવું રોજમદારનું કામ કરતા તમામ મજૂરો ને હાલોલના  જી.આઈ.ડી.સી.ના પ્લાસ્ટિક ફેકટરી ના માલિકો દ્વારા એક પરિવાર ને 10 દિવસ સુધી ચાલે  તેવી 350 રાશન કીટો બનાવી વિતરણ કરવામાં આવી હતી જેને લઇ રોજમદાર કામદારો માં ખુશી જોવા મળી હતી અને લોકડાઉન જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી આવી કીટ આપવામાં આવશે તેમ આધારભૂત વર્તુળ દ્વારા જાણવા મળી આવ્યું છે
   કોરોના વાયરસ ની મહામારી ને લઇ 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરતા સમગ્ર દેશ માં છૂટક મજૂરી કરતા કામદારો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે આવા કામદારો વાહન વ્યવહાર બંધ થઇ જતા પગપાળા વતન તરફ વાટ પકડી લીધી છે
   તંત્ર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવે છે કે જે લોકો જ્યાં છે ત્યાંજ રહે સુરક્ષિત રહે છતાં કેટલાક લોકો માં ગભરાટ ફેલાઈ જતા કોઈ પણસંજોગ માં રહેવા તૈયાર નથી આવા સમયે હાલોલમાં આધોગિક એકમોના ફેકટરી માલિકો દ્વારા આવા ગરીબ કામદારો ની વ્હારે આવી તેઓ હાલોલ છોડી ક્યાંય ના જાય તેવા આશય સાથે આવા મજુર કામદાર ને મદદરૂપ થવા એક પરિવાર ને 10 દિવસ સુધી ચાલે તેવા રાશન પાણી ની કીટ બનાવી 350 ઉપરાંત પરિવાર ને આ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..