Back

ગોધરા ખાતે આવેલ પોલીસ-૪ સ્થિત લીલમલોજ રોડ ઉપર અધધધ પાણીનો બગાડ

  રિપોટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરા 

  ઐહવાલ શોએબ પટેલ ગોધરા  

જાહેર રસ્તાના દ્રશ્યો નદીઓના દ્રશ્યો ની જેમ તબદીલ


એક તરફ વિશ્વના અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા શક્તિશાળી દેશો હાલ વિશ્વમાં આંતક મચાવી નાંખનાર મહામારી કોરોના વાયરસ ના સંક્રમણ સામે વિશ્વના અત્યાધુનિક મહાસત્તા ધરાવનારા યુરોપિયન દેશો કોરોના વાયરસ ના અતિ ગંભીર જીવલેણ સંક્રમણ સામે લડે રહયા છે.ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કોરોના વાયરસ જેવી મહામારી થી વંચિત રાખવા સમગ્ર ભારત દેશમાં તા.૧૪/૦૪/૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર કરેલ છે. ત્યારે બીજી તરફ ગોધરા શહેરના વોર્ડ નંબર - ૬ સ્થિત આવેલ લીલમલોઝ થી પોલીસ ચોકી નં.૪ તરફ આવતા રોડ ઉપર પાછલા કેટલાક સમયથી નિયમિત રીતે સવાર સાંજ પાણીનો અધધધ બિન ઉપયોગી વિડફાય થતો જોવા મળ્યો છે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન હોવાને કારણે સ્થાનિક પ્રજાજનો માં રજૂઆત કરવા અંગે કોઈ તજવીજ જોવા મળેલ નથી. આખરે અંતે ઉલ્લેખનીય છે કે જાહેર રોડ ઉપર થી નદીની જેમ વહેતા અધધધ પાણીનો વિડફાય ગોધરા નગરપાલિકા દ્વારા ક્યારે અટકાવવામાં આવશે તેમ શહેરમાં અંદરો અંદર ચર્ચાઈ રહયું છે.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..