Back

કાલોલ માં જાહેરનામા ના ભંગ બદલ હોટલ માલીક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરતા લોકોમાં ફફડાટ..

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



હાલમાં કોરોના વાયરસ ના સંક્રમણ સામે અગમચેતી ના ભાગરૂપે સરકારે લોક ડાઉન જાહેર કર્યું છે તથા ભીડ ન થાય તે માટે જીલ્લા કલેક્ટર કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડી ચાર કે તેથી વધુ વ્યક્તિ ના ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં પણ આજરોજ કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ એલ.એ.પરમાર તેમજ પોલીસ સ્ટાફ સાથે ની પેટ્રોલીંગ દરમિયાન મંગળવારે સવારે કોઈપણ પ્રકારની પરવાનગી વગર જાહેરનામા નો ભંગ કરી ને પોતાની ખાણી પીણી ની હોટલ ખોલી લોકો ને ભેગા કરનાર ટાઉનબીટ ચોકી ની બાજુમાં આવેલ હોટલ માલિક  પ્રદીપ સોમાલાલ કાછીયા વિરુદ્ધ જાહેરનામા ભંગ ની ફરિયાદ કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગ ની કાયદા મુજબ કાર્યવાહી કરી અટક કરતા જાણી જોઈને ઘર ની બહાર નીકળી જતા અને બજારોમાં ટોળે વળી ગપ્પા મારતા લોકોઅને બિનજરૂરી રીતે દુકાન ખોલતા લોકો  માં ફફડાટ ફેલાયો છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..