Back

કાલોલ નગરપાલિકા લોક ડાઉન માં સદંતર બંધ રહેતા અનેક તર્ક વિતર્ક.ઓફીસ ખોલવા મામલતદાર ની સૂચના.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



● સેનેટાઇઝેશન કરવામાં વ્હાલા દવલા ની નીતિ ના આક્ષેપ.

● જાગૃત નાગરિક દ્વારા મામલતદાર ને રજુઆત થતા નગરપાલિકા ની પોલ ખુલી અજાણ્યા સ્થળે ભેગા મળી પાલિકા નો વહીવટ થતો હોવાનું બહાર આવ્યું.

સરકાર દ્વારા કોરોના વાયરસ ના સંક્રમણ ને અટકાવવા જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે જીલ્લા કલેક્ટર દ્વારા તા ૩૧/૦૩ સુધી જાહેરનામું બહાર પાડી ચાર કે તેથી વધુ વ્યક્તિ ના ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે અને લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી આવશ્યક સેવા માં સામેલ એવી કાલોલ નગરપાલિકા નું શટર નહી ખુલતા આશ્ચર્ય સર્જાયું હતું કાલોલ ના જાગ્રત નાગરિક ચૈતન્ય પુરાણી એ કાલોલ મામલતદાર સમક્ષ મંગળવારે રજૂઆત કરી કાલોલ નગરપાલિકા નું કાર્યાલય ખુલતું ન હોવાથી બંધ રાખવા નો કોઈ હુકમ કે જાહેરનામું હોય તો તેની નકલ બતાવવા માંગ કરી હતી પરિણામે મામલતદાર દ્વારા જણાવેલ કે  નગરપાલિકા ની સેવા બંધ રાખવા નો  કોઈ પરિપત્ર કે જાહેરનામું નથી અને મામલતદાર દ્વારા કાલોલ નગરપાલિકા ના ચિફ ઓફિસર ને ફોન કરી નગરપાલિકા નું કાર્યાલય તાત્કાલિક ખોલવા અને જવાબદાર એક વ્યક્તિને બેસાડવા સૂચન કર્યું હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે કાલોલ નગરપાલિકા બંધ કરી ને ગણતરી ના કોર્પોરેટરો અને ખાસ અધિકારીઓ દ્વારા એક -બે ચોક્કસ જગ્યાએ ભેગા મળીને ત્યાથી નગરપાલિકા ચલાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે અને તેમા જાહેરનામા નો પણ ભંગ થતો જણાય છે ત્યારે હાલ કોરોના વાયરસ ના ડર વચ્ચે કોર્પોરેટરો નગરપાલિકા માં હાજર રહેવા ને બદલે  ચોક્કસ સ્થળો એ સંતાઈ ગયા હોવાની લાગણી કાલોલ ના કેટલાક નગરજનો અનુભવી રહ્યા છે વધુમાં નગરપાલિકા દ્વારા સેનેટાઇઝેશન કરવામાં વ્હાલા દવલા ની નીતિઓ અપનાવવાતી હોવાનું પણ બહાર આવ્યું છે  કેટલાય વિસ્તારમાં હજૂ સુધી સેનેટાઇઝેશન કરવામાં આવ્યું નથી પરિણામે એક બે કોર્પોરેટર દ્વારા આ બાબતે પ્રમુખ સાથે ખટરાગ અને બોલાબોલી થઈ હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે કાલોલ નગરપાલિકા માં ચોક્કસ કોર્પોરેટરો નું જ ઉપજે છે અને ફકત ગણ્યા ગાંઠ્યા લોકો જ કાલોલ નગરપાલિકા ચલાવતા હોવાની ચર્ચાઓ જોરશોરથી પુનઃ થઈ રહી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..