Back

ડાંગ.શિક્ષણ વિભાગ કોરોના માહામારી ને લઇ ગરીબ શ્રમિક પરિવારોની પડખે..અનાજ કીટ તૈયાર કરવાનો કામ પુરજોશમાં

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના શિક્ષણાધિકારી એમ.સી.ભૂંસારા પાસે થી મળતી માહિતી મુજબ જિલ્લાના તમામ શૈક્ષણીક વિભાગના બી.આર.સી.અને સી.આર.સી.
શિક્ષકો તેમજ એન.જી.ઓ સંયુક્ત પ્રયાસે આશરે 3500 અનાજ કીટ વિતરણ કરવા આયોજન હાથ ધરાયો છે જિલ્લા શિક્ષણાધિકારી જણાવ્યા મુજબ જિલ્લામા જ્યારે કોઈ દાતાઓ અથવા બાહર થી કોઈ દાનવીરો નો સહયોગ મળશે આ આયોજન મોટાપાયે લાંબા સમય સુધી ચાલુ રાખી ગરીબ પરિવારો મદદ રૂપ બનતા શિક્ષકો થકી આયોજન બધ્ધ રીતે જરૂરિયાતમંદ ગરીબ પરિવારો સુધી અનાજ કિટ નું વિતરણ ચાલુ રખાશે

ડાંગ જિલ્લામાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ, ફેકટરી ન હોવાથી કામ અર્થે લોકો જિલ્લા બાહર જતા હોય છે ત્યારે હાલની પરિસ્થિતિએ કોરોના વાયરસ ના કહેર થી વહીવટી તંત્રના લોકડાઉન જાહેર કરાતા આ ડાંગમાં રહેતા શ્રમિક પરિવારો પર સીધો અસર પડ્યો છે.આ શ્રમિકો ની આકસ્મીક કામ મજદૂરી બંધ થતાં બે ટંક નું પેટીઓ રળવું પણ મુશ્કેલી બન્યો છે.

વિશ્વમાં કોરોના કહેર ની સામે સામાન્ય ગરીબ શ્રમિક પરિવારો ને ધારા 144 તેમજ લોકડાઉન નો કડક અમલવારી થતાં મજૂરી કામ બંધ થતાં આ ડાંગ જિલ્લાના મજૂરો ની મજૂરી છીનવાઈ ગયી છે આ શ્રમિકો પોતાના માદરે વતન પરત ફર્યા છે ધ્યાને લઇ ડાંગ જિલ્લા કલેકટરશ્રી આદેશ થી ડાંગ જિલ્લાના શિક્ષકો ના સંયુક્ત પ્રયાસે આહવા ના માધ્યમિક શાળાના છાત્રાલાયમાં આજરોજ 3500 અનાજ કીટ તૈયાર કરવાનો આયોજન પુરજોશમાં ચાલી રહ્યો છે જરૂરિયાતમંદ ગરીબ પરિવાર કીટ વિતરણ કરાશે 

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..