Back

કોરોના મહામારી જંગમાં પીએમ રાહતફંડમાં મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરિયાએ ૧.૧૧ લાખ અર્પણ કર્યા

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી:  કોરોના મહામારી સામે સમગ્ર દેશ એકજુટ છે અને સાધનસંપન્ન લોકો આર્થિક સહયોગ આપી કોરોના સામેના જંગમાં સરકારના હાથ મજબુત બનાવી રહયા છે ત્યારે મોરબીના યુવાન અજય લોરિયાએ પણ ૧.૧૧ લાખની આર્થિક મદદ આપી છે. કોરોના સામેના જંગમાં દેશવાસીઓ આર્થિક સહયોગ આપી રહ્યા છે જેમાં મોરબી પણ પાછળ નથી મોરબીના ઉદ્યોગપતિઓ લાખો અને કરોડોની રકમ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં અનુદાન કરી ચુક્યા છે ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરિયાએ ૧.૧૧ લાખની રકમ પીએમ રાહત ફંડમાં આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અજયભાઈ લોરિયા અગાઉ લાખો કિમી પ્રવાસ ખેડીને પુલવામાંના શહીદના પરિવારોને લાખોની આર્થિક સહાય હાથોહાથ પહોંચાડી ચુક્યા છે. સાથે અવનવી સેવાકીય પ્રવૃતિ સતત કરતા રહ્યા છે. હાલ દેશ માથે કોરોના મહાસંકટ છે. ત્યારે તેમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..