Back

બાબરા ના ચમારડી ગામે ફ્રિ અનાજ વિતરણ ચાલુ કરવામાં આવ્યું.

બાબરા ના ચમારડી ગામે ફ્રિ અનાજ વિતરણ ચાલુ કરવામાં આવ્યું.


બાબરા.

         ભારત સહિત સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ નો હાહાકાર છે. ત્યારે ભારત સરકાર દ્રારા સમગ્ર ભારત માં ૨૧ દિવસ માટે લોક ડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે આ લોક ડાઉન મા મધ્યમ વર્ગ ને કોઈ હાલાકી ના પટે તેનું ધ્યાન રાખી સરકાર દ્રારા મધ્યમવર્ગ ના પરિવાર ને અનાજ સહિત ની વસ્તુંઓ ફ્રી મા આપવા નો આદેશ કર્યો છે. રાસનકાર્ડ ના આધારે તમામ મધ્યમ વર્ગ ને અનાજ વિતરણ કરવા માં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ બાબરા ના ચમારડી ગામે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતે સવાર ના ૮ કલાકે થી ફ્રી અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. વ્યાજબી ભાવની દુકાન ના સંચાલક કર્દમકુમાર પ્રભુલાલ જોષી દ્રારા તમામ રાસન કાર્ડ ધારકો ને રાસન વિતરણ કરવામાં આવી રહ્યું છે. અહી રાસન લેવા આવતા લોકો ની ભીડ ના થાય તે માટે એક મિટર ની જગ્યા છોડી લાઈન મા ઉભા રહેવાની તમામ વેવસ્થા કરવામાં આવી છે. આ વિતરણ સરકારશ્રી દ્રારા મફત મા કરવામાં આવેલ છે. અહી આવતા લોકો ને અપીલ કરવામાં આવેલ છે કે રાસન લેવા આવો ત્યારે ઘરે થી માસ્ક અથવા રૂમાલ મોઢે બાંધી ને ફરજીયાત આવવું અહી સતત ફોન અને કેમેરા થી લોકો પર નજર રાખવા મા આવી રહી છે. આ વિતરણ ત્રણ દિવસ સુધી શરૂ રાખવા મા આવવા નું છે. જેનો સમય સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી નો છે. અહી આવતા લોકો ને પ્રથમ બહાર સેનેટ્રાઈજ થી હાથ ધોવરાવવા માં આવે છે જેથી એકબીજા નો કોઈ ને ચેપ ના લાગે.

       આ તકે ચમારડી ગામના સરપંચ અરવિંદભાઈ મેમકીયા, ગ્રામ સેવક જીતુભાઈ પાનેરા, પે. સેન્ટર શાળા ના આચાર્ય સતિષભાઈ ટાંક,  દ્રારા અહી હાજર રહી ને તમામ વેવસ્થા કરાવવા માં આવેલ હતી.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

બાબરા

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..