Back

જો જો ખોટા મેસેજ ન ફેલાવતા નહીંતર થશે ધરપકડ

લોક ડાઉન  દરમ્‍યાન સોશ્યલ મિડીયાના માધ્યમથી ખોટી અફવા ફેલાવી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાની કોશીશ કરતા ઇસમ સામે ગુન્‍હો રજી. કરી, કડક કાર્યવાહી હાથ ધરતી અમરેલી સીટી પોલીસ*  


 💫 વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID –19* ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક ડાઉન’’* જાહેર કરવામાં આવેલ છે.  


💫 તાજેતરમાં તબલીગી જમાતના દિલ્‍હી નિઝામુદ્દીન મરકઝ ખાતે મોટી સંખ્યામાં જમાતીઓ સંક્રમિત વિદેશી મૌલવીઓના સંપર્કમાં આવ્યા બાદ જમાતીઓ પોત પોતાના વિસ્‍તારમાં પરત ફર્યા હોવાની વિગતો બહાર આવેલ છે.


💫 તબલીગી જમાતના મરકઝ અનુસંધાને અમરેલીમાં રહેતા એક ઇસમે *વોટ્સએપ* સોશ્યલ મિડીયા ગૃપમાં  મુસ્‍લીમ સમાજની લાગણી દુભાય તેવી પોસ્‍ટ તથા ફોટા વાયરલ કરી, આમ જનતામાં ભય અને ગભરાહટ ફેલાવી, કોમી એખલાસ અને ભાઇચારાની ભાવનાને ઠેસ પહોંચે તેવું કૃત્ય કરેલ હોય, *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* ની સુચના અને માર્ગદર્શન મુજબ ખોટી અફવા ફેલાવનાર ઇસમ સામે *અમરેલી શહેર પો.સ્‍ટે.ના પો.સ.ઇ. શ્રી.એમ.એચ.પરાડીયા* એ શ્રી.સરકાર તરફે ફરિયાદ આપી અમરેલી શહેર પો.સ્‍ટે.માં *ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૪ તથા ઇ.પી.કો. કલમ ૫૦૫(ખ)* હેઠળ ગુન્‍હો રજી. કરાવેલ છે.


💫 *આરોપીનું નામ સરનામું-*

રીકેન નિખીલભાઇ સિંધવ, ઉં.વ.૨૭, ધંધો.પ્રાઇવેટ નોકરી, રહે.અમરેલી, ચક્કરગઢ રોડ વાળાની તાત્‍કાલીક અસરથી ધરપકડ કરવામાં આવેલ છે.


💫જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઇ પણ પ્રકારની અફવાઓથી દુર રહી, કોમી એખલાસ અને જાહેર સુલેહ શાંતિ જાળવવી અને સોશ્યલ ડીસ્‍ટન્‍સ જાળવી, ઘરમાં રહી, પોતાના પરિવાર તથા સમાજને સુરક્ષિત રાખશો.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..