Back

બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા કમ્બોઈ મુકામે ગરીબોને રાહત સામગ્રીની કિટનુ વિતરણ કરવામા આવ્યુ .

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

બનાસકાંઠા વહીવટી તંત્ર કલેકટર કચેરી  અને એક સમાજસેવી વ્યક્તિના સહયોગથી કાંકરેજ તાલુકાના કમ્બોઈ મુકામે રાહત સામગ્રીની કિટનુ વિતરણ કરવામા આવ્યુ .

           હાલમા કોરોના ના કહેર સામે લોકો ઝુઝુમી રહ્યા છે ત્યારે જે અતિ ગરીબ લોકો છે જેઓ રોજ લાવે અને રોજ ખાઈ છે તેવા લોકોને જરૂરિયાત પૂરતો સહીયોગ પ્રાપ્ત થાય તે માટે બણસ્કણ્ટ વહીવટી તંત્ર તેમજ કલેકટર કચેરીના અધિકારી ચેતન પટેલ , મીત પરમાર દ્વારા કાંકરેજ તાલુકાના કમ્બોઈ ગામે ભંગી, રાવળ , મીર તથા ઠાકોર સમાજના જરૂરિયાત મંદ વ્યક્તિઓને જીવન જરૂરિયાત સામગ્રી કરિયાણાની કિટ નુ વિતરણ કરવામા આવ્યુ .

      આ વિતરણ વ્યવસ્થામાં ગામના યુવાનો રાજુભા પેલાદસિંહ સોલંકી , નવુભા બીજોલસિંહ સોલંકી , અનારકસિંહ ઉદેસીહ સોલંકી , નાથાલાલ શાહ જેવા સમાજિક કાર્યકરો હાજર રહી કીટનું વિતરણ કરાવ્યુ હતુ . 


કાંકરેજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..