Back

મોરબીની જાહેરજનતાને જલારામ મંદિરે કરી અપીલ

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી: પ્રવર્તમાન સમયે કોરોનાના લોકડાઉનના પગલે મોરબી જલારામ મંદિર દ્વારા અવિતર સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે શહેશહેરમાં રહેતા સ્થાનીક આગેવાનો, ગરબી મંડળના આગેવાનો તથા રાજકીય આગેવાનો માટે અપીલ બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત શહેરની અંદર વિવિધ વિસ્તારમાં રહેતા નિરાધાર, નિ:સહાય, અંધ-અપંગ તેમજ જરૂરીયાતમંદોનુ લીસ્ટ યોગ્ય તપાસ કરી સ્થાનિક આગેવાનોએ બનાવવાનું રહેશે. તે તમામની સાંજના ભોજનની વ્યવસ્થા મોરબી જલારામ મંદિર દ્વારા કરવામાં આવશે. શહેરની અંદર રહેતા સ્થાનિક આગેવાનોને યોગ્ય તપાસ કર્યા બાદ શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગીરીશ ભાઈ ઘેલાણીનો સંપર્ક ૯૮૨૫૦૮૨૪૬૮ પર કરવાનો રહેશે તેમજ સ્થાનિક આગેવાનો એ પોતાના વિસ્તારના જરૂરીયાતમંદો નુ ટીફીન જલારામ મંદિર ખાતો થી એકત્રિત કરી પોતપોતાના વિસ્તારમાં વિતરણ કરવાનુ રહેશે. તે ઉપરાંત ઝુંપડપટ્ટી તેમજ પછાત વિસ્તારમાં ભોજન વિતરણ જલારામ મંદિરના આગેવાનો દ્વારા રાબેતા મુજબ ચાલુ રહેશે. તેમ જલારામ સેવા મંડળ મોરબી પ્રમુખ નિર્મિતભાઇ કક્કડની યાદીમાં જણાવાયું હતું.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..