Back

લાઠી-બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મરે પ્રાંત અધિકારી ને પત્ર લખી પ્રતિક અને આમરણ ઉપવાસ આંદોલન પર બેસવાની મંજુરી માગી.

લાઠી-બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મરે પ્રાંત અધિકારી ને પત્ર લખી પ્રતિક અને આમરણ ઉપવાસ આંદોલન પર બેસવાની મંજુરી માગી.


બાબરા.

                લાઠી-બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મરે પ્રાંત અધિકારી શ્રી લાઠી ને પત્ર પાઠવ્યો પત્ર મા જણાવેલ છે કે, રાજયના મુખ્યમંત્રીશ્રીએ પ્રેસ મિડીયા મારફત કરેલી જાહેરાત મુજબ “તમામ રાશનકાર્ડ ધારકોને ૩ (ત્રણ) માસ અનાજ, કઠોળ, ખાંડ, મીઠું અને ચોખા આપવામાં આવશે” પરંતુ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કર્યા બાદ જે પરીપત્ર થયો છે તેમાં જે કાર્ડ ધારકોને ૩ (ત્રણ) માસથી અનાજ લેતા હોય તેવા અને બીપીએલ કાર્ડ ધારકોને માત્ર ખાંડ અપાઇ રહી છે તેના કારણે ગરીબ રાશનકાર્ડ ધારકો તેમજ જિલ્લામાં બહારથી આવેલા મજુરો મુશ્કેલીમાં મુકાયા છે. 

              વધુ મા જણાવેલ છે કે, તાજેતરની મારા મતવિસ્તાર લાઠી – બાબરા – દામનગર ની મુલાકાત દરમ્યાન સસ્તા અનાજની દુકાનની મુલાકાત દરમ્યાન પણ અનેક લોકો પોતાની દર્દભરી કહાની મારી રૂબરૂ રજુ કરી હતી. તેમાં કોઇ કોઇક જગ્યાએ અનાજના જથ્થામાં ધનેડા તેમજ સડી ગયેલ અનાજ જોવા મળેલ. આ બાબતે રજુઆત કરતા ધનેડાવાળા સડી ગયેલા અનાજ ને અલગ રાખી સારા અનાજની વિતરણ કરવાની મને બાંહેધરી આપી હતી પરંતુ તે પ્રમાણે કામગીરી થાય છે કે કેમ ? તે અમારા કાર્યકર્તાઓ સાથે સ્થળ પર જવું હોય તો લોકડાઉનની કડક અમલવારીના કારણે જવું મુશ્કેલ બન્યું છે. તેથી ના છુટકે મારા વિસ્તાર લાઠી – બાબરા અને જિલ્લાના તેમજ ગરીબ માણસોને અન્યાય ન થાય તે માટે તંત્રનું ધ્યાન દોરવા ગાંધી ચિંધ્યામાર્ગે આપની કચેરી ઉપર પ્રતિક તેમજ આમરણ ઉપવાસ ઉપર બેસવા મારા તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે નિર્ણય કરેલ છે. તો તે માટેની મંજુરી આપવા આપને આ પત્રથી માંગણી કરી રહ્યો છું. 

હાલ કુરીયર, પોષ્ટ તેમજ રૂબરૂ આ પત્ર પહોંચાડવો અશક્ય હોય, ઇ-મેઇલ તેમજ સોશ્યલ મિડીયા મારફત મારો પત્ર મોકલી રહ્યો છું. તો આવતી કાલથી સવારના ૦૯:૩૦ કલાક થી મંજુરી આપવા તે અંગેની જાણ મારા વોટસઅપ નંબર – ૯૪૨૬૨ ૧૯૭૯૯ તેમજ ઇ-મેઇલ નંબર vk_thummar@yahoo.com  

પર જણાવવા આ પત્રથી રજુઆત કરી રહ્યો છું. અન્યથા આપની ઓફીસ સામે આ સમયે આવીને પ્રતિક ઉપવાસ પર બેસીશ જે જાણશો.  તેઓ ઉલ્લેખ આ પત્ર મા કરવા મા આવ્યો છે.

                                                          

રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

બાબરા

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..