Back

માંડવી શહેરમાં લોકડાઉન નુ ઉલ્લંઘન કરનાર ચેતજો.હવે ડ્રોન કેમેરા થી બાજ નજર કરતી માંડવી સીટી પોલીસ.

માંડવી કચ્છ:- હાલમાં વિશ્વભરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસ (covid-19) ને ઝડપથી ફેલાતો અટકાવવા સારૂ તકેદારીનાં ભાગરૂપે રાજ્ય સરકારશ્રી દારા તથા મેં.જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અને કલેકટરશ્રી કચ્છ દ્વારા અલગ અલગ જાહેરનામાંઓ પ્રસિધ્ધ થયેલ હોઈ જે અન્વયે તેની ચુસ્ત અમલવારી કરવા સારૂ મેં.પોલીસ મહાનીરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેંજ ભુજ તથા પોલીસ અધીકક્ષકશ્રી સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સુચના કરેલ હોઈ જેથી નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન મુજબ પો.સ્ટે વિસ્તારમાં હવે ડ્રોન કેમેરા થી બાજ નજર રાખવામાં આવી રહી છે.

ત્યારે આજ રોજ માંડવી ના તમામ વિસ્તારોમાં લોકડાઉન નું ઉલ્લંઘન કરી ને કોલોની બહાર કે ગાર્ડન માં કે પછી ગલીઓમાં જે લોકો ચારથી વધુ એકઠા થઇ ને ટોળુ વળીને બેસીને મોબાઈલ ફોનમાં ગેમ રમતા હોય છે.કે ખોટી રીતે એકઠા થઇ ને ટોળુ વળીને ખોટી રીતે ઉભા રહીને વાતો કરતા લોકો માટે તંત્ર દ્વારા ડ્રોન કેમેરા થી બાજ નજર રાખવામાં આવી રહી છે.ત્યારે

ગત સાંજે માંડવી નાં આઝાદ ચોકમાં પીઆઈ.બી.એમ.ચોધરી સાહેબશ્રી ની ઉપસ્થિતિ માં આઝાદ ચોકમાં ડ્રોન કેમેરા થી તમામ ગલીઓમાં વોચ કરવામાં આવી હતી.અને જે લોકો લોકડાઉન નાં કાયદાનું ભંગ કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેવુ પીઆઈ.બી.એમ.ચોધરી સાહેબશ્રી એ જણાવ્યું હતું.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..