Back

લોકડાઉનના સમયમાં વહીવટી તંત્ર દ્વારા ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન

ફુરસદના સમય દરમિયાન બાળકો પોતાના આંતરિક શક્તિ ખીલવે: પ્રાંત અધિકારી ગંગાસિંહ (આઈ..એસ.) 

હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંહમામલતદારશ્રી વી.કે. સોલંકી તેમજ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા એક નવતર પહેલ કરીને હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકોની રચનાત્મક શક્તિઓ ખીલે તે માટે ચિત્ર સ્પર્ધાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. જે ચિત્ર સ્પર્ધા જુદી-જુદી ત્રણ શ્રેણીઓમાં યોજવામાં આવી છે. સાથે ચિત્ર સ્પર્ધામાં એકથી ત્રણ નંબર મેળવનાર બાળકોને આવનાર ૧૫મી ઓગસ્ટના દિવસે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે. 

હાલ કોરોના વાયરસને લઈ દેશ આખાને લોકડાઉન જાહેર કરાયો છે. જેથીતંત્ર દ્વારા પણ લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે સ્કૂલમાં પણ રજાઓ હોવાને પગલે બાળકો પણ ઘરે રહેતા હોવાથી આસીસ્ટન્ટ કલેક્ટર ગંગાસિંહ દ્વારા બાળકોમાં રહેલ રચનાત્મક શક્તિ ખીલવવાના હેતુ સાથે જુદી-જુદી ત્રણ શ્રેણીઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 

 ચિત્રસ્પર્ધામાં પ્રથમ શ્રેણી ધોરણ થી દ્વિતીય શ્રેણીમાં ધોરણ થી અને તૃતીય શ્રેણીમાં ધોરણ થી ૧૨ ના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચિત્ર સ્પર્ધામાં સ્વચ્છ મન-સ્વચ્છ તનકોરોનાથી બચાવ અને પ્રકૃતિનું જતન સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બાળક દ્વારા ઉપરોક્ત ત્રણેય વિષય પર બનાવેલ ચિત્ર તેમના વાલીએ બાળકનું નામસરનામુંધોરણ અને વિષય તેમજ વાલીનો મોબાઇલ નંબર લખી ૯૮૭૯૩૦૧૬૩૪ નંબર ઉપર તારીખ ૧૫-૦૪-૨૦૧૯ ના સાંજના પાંચ વાગ્યા સુધી મોકલવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. અંગે આસીસ્ટન્ટ કલેક્ટર ગંગાસિંહ જણાવ્યું હતું કે સ્પર્ધાનો હેતુ બાળકો દ્વારા પોતાના ઘરે રહી લોકડાઉનના સમયનો સદુપયોગ કરી પોતાનામાં રહેલી રચનાત્મક શક્તિ ખીલે તે માટે વિશેષ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..