Back

અરવલ્લી જિલ્લા એલ.સી.બી દ્વારા કોરોનાવાયરસ અંતર્ગત જાહેરનામા ભંગના ત્રણ કેસો શોધી કાઢી આરોપીઓને અટક કરવાની કાર્યવાહી કરી

અરવલ્લી જિલ્લા એલ.સી.બી દ્વારા કોરોનાવાયરસ અંતર્ગત જાહેરનામા ભંગના ત્રણ કેસો શોધી કાઢી આરોપીઓને અટક કરવાની કાર્યવાહી કરી

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડીજીપી) સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર ના ઓ દ્વારા તેમજ શ્રી મયંકસિહ ચાવડા સાહેબ પોલીસ મહા નિરીક્ષક શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર આપેલ સુચના મુજબ શ્રી મયુર પટેલ સાહેબ પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા ના ઓ દ્વારા જીલ્લો અરવલ્લી કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન ના સમયે જાહેરનામાનો ભંગ અસરકાર કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ ઉપરોક્ત સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ શ્રી એમ.જી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર અરવલ્લી તથા એલસીબી સ્ટાફના માણસો સાથી પેટ્રોલિંગ દરમિયાન મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે જીવણપુર છારાનગર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી ના આરોપી મહેશભાઈ જયંતીભાઈ છારા નાઓ જીવણપુર મુકામે પોતાના કેબિનમાંથી વેચાણ કરતા તથા ધનસુરા પોલીસ સ્ટેશન ધનસુરા મુકામે મણિલાલ ચતુરભાઈ રહે જવાહર નગર ચોક ધનસુરા તાલુકો ધનસુરા મુકામે પાન મસાલાના કેબિનમાં વેચાણ કરતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સર્વોદય નગર ડુંગળી મુકામે મનીષકુમાર રમણભાઈ ચૌહાણ પોતાના કિરાણા સ્ટોર માં પાન-મસાલાનું વેચાણ કરતા મસાલા ગુટકા વિગેરે કિ ૮૬૦ ના મુદ્દામાલ સાથે મળી આવેલ એલસીબી અરવલ્લી દ્વારા ત્રણેય આરોપીઓને જાહેરનામા ભંગ અંગે અટક કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે 

આમ અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા મ.હે જિલ્લા જાહેરનામા ભંગના ત્રણ કેસ શોધી આપવામાં સફળતા સાંપડી છે

વાત્સલ્ય ન્યુઝ મેઘરજ

રિપોર્ટર ભરતસિંહ ઠાકોર 

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..