Back

કોરોના : મોરબી એસપી કચેરીના મહિલા કર્મચારીઓએ ફૂડ પેકેટ વિતરણ કર્યા

મોરબી એસપી ઓફિસમાં વિવિધ શાખામાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓએ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈને ફૂડ પેકેટ વિતરણ કર્યું હતું ગરીબો બાળકો અને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા અને કોરોના લોકડાઉનમાં ડ્યુટી ઉપરાંત માનવતા ધર્મ પણ પોલીસ  નિભાવી રહી છે

ફૂડ પેકેટ વિતરણમાં એસ.પી. ઑફિસના વિવિધ વિભાગ જેમકે CCTV  વિભાગના ઇન્ચાર્જ ASI આરતીબેન દેત્રોજા, LCB હેડ કોન્સ્ટેબલ ફૂલીબેન તરાર, FRO આકૃતિબેન પીઠવા, અરજી શાખાના હેડ કોન્સ્ટેબલ  પાર્વતીબેન, કોન્સ્ટેબલ દીપિકાબેન પટેલ, CCTV વિભાગ ના સ્ટાફ જયશ્રીબેન સંઘાણી, MOB બ્રાન્ચ હેડ કોન્સ્ટેબલ વેસલીબેન નામેરા, ટ્રાફિક બ્રાન્ચ કોન્ટેબલ પૂજાબેન  રાઠોડ અને લક્ષ્મીબેન શામળા દ્વારા જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..