Back

સરકારની સામે આવી બેદરકારી ઊંઝા તાલુકાના હાજીપૂર ગામની પ્રાથમિક શાળામાં બાળકોને અપાયું સળેલું અનાજ

ઊંઝા તાલુકાના હાજીપૂર ગામની પ્રાથમિક શાળામાં બાળકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઘઉં અને ચોખા આપવામાં આવ્યા હતા અને બાળકોને જે અનાજ આપવામાં આવ્યું હતું એ અનાજ ખરાબ થઈ ગયેલું અને અંદર જીવાત પડી ગયેલી હતી જે બાળકો સાથે અને એમના પરિવારના સ્વાસ્થ સાથે ચેડાં કર્યા હોય એવું લાગી રહ્યું છે તેમજ આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસને લઈને કપટ પરિસ્થિતિમાં થી પસાર થઈ રહ્યો છે જેમાં ભારત દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે અને ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 9 દિવસ થી લોકડાઉન નીચે છે અને ગુજરાત સરકારે ગરીબોને રાહત પેકેજ જાહેર કર્યું હતું જેમાં પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા બાળકોને અનાજ વિતરણ કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો પરંતુ સરકાર અને તંત્ર ક્યાંકને ક્યાંક ઉણી ઉતરતી હોય એવું લાગી રહ્યું છે જોવાનું રહ્યું કે ગુજરાતમાં આવા હાજીપૂર જેવા કેટલા ગામ હશે જ્યાં સડેલા અનાજ આપવામાં આવ્યા હશે કોણ છે જવાબદાર કોને આચારી આવી ગેરરીતી સુ સરકાર આ બાબતે પગલાં ભરશે કે નહીં એ જોવાનું રહ્યું તેમજ ગામલોકો આક્રોશમાં આવી ગયા હતા તેમજ સ્થાનિક લોકોએ આવી પરિસ્થિતિ જોઈને તાત્કાલિક ઊંઝા મામલતદારશ્રી ને જાણ કરતા વધુ તપાસ હાથ ધરી છે 

રિપોર્ટર હર્ષદસિંહ ઠાકોર

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..