Back

મોરબી નગરપાલિકાના તમામ સ્ટાફને માસ્ક તેમજ હેન્ડ સેનિટાઈઝર આપવા માંગ કરાય

કોરોના વાયરસની વ્યાપક અસરના કારણે સમગ્ર દેશ લોક ડાઉન કરાયેલ છે ત્યારે મોરબી નગરપાલિકાનો તમામ સ્ટાફ મોરબીની પ્રજાની સેવામાં તત્પર છે તેથી મોરબીની પ્રજા વતી મોરબીના જન સેવક પરેશ પારીઆ દ્વારા સર્વે મોરબી નગરપાલિકાના સ્ટાફનો હર્દય પૂર્વક આભાર માન્યો અને એક દુ:ખદ પણ વ્યકત કરયું કે લોક ડાઉન ને આજે ૧૧ દિવસ થવા આવ્યા છતાં મોરબી શહેરની સેવા કરતાં મોરબી નગરપાલિકા ના ઓફિસ, ગેરેજ, ફાયર, સફાય તેમજ અન્ય વિભાગના કર્મચારીઓને હજુ સુધી પાલિકા દ્વારા કોરોના સામે રક્ષણ માટેના કોવિદ ૧૯  માસ્ક તેમજ હેન્ડ સેનિટાઈઝર આપવામાં આવેલ નથી જે અતિ દુ:ખદ બાબત છે. તેમણે ગંભીર સવાલ કર્યા કે શું મોરબી નગરપાલિકાની આર્થિક પરિસ્થિતી એવી આવી ગઈ છે કે આપ આપના કર્મચારીઓના હિત માટે આપ અમૂક નાણાં ખર્ચ નથી કરી સકતા ?  જો આવું હોય તો આપ જણાવો જેથી પ્રજા તરફથી તેના કર્મચારિયો ની સુરક્ષા માટે માસ્ક તેમજ હેન્ડ સેનિટાઈઝર ની અમે વ્યવસ્થા કરી આપીએ અન્યથા આપને બે હાથ જોડી વિનતિ કે સમય વધુ ગુમાવ્યા વગર આપ સફાય થી માંડી તમામ કર્મચારીઓને તાત્કાલીક માસ્ક તેમજ હેન્ડ સેનિટાઈઝર આપો.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..