Back

લોક ડાઉન ના ભંગ માં પગલાં લેતી ડુંગર પોલીસ

લોક ડાઉનનો ભંગ કરતાં ૪૮ ઇસમો વિરૂદ્ધ ગુન્હાઓ:૮૦ વાહનો ડીટેઇન કરતી ડુંગર પોલીસ

    વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવી છે.અને દેશભરમાં Covid-19 નાં સંક્રમણને અટકાવવા કાર્યવાહી થઈ રહેલ છે.કોરોના વાઇરસનાં કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા ૨૩-૦૩ રાત્રીનાં ૧૨:૦૦ વાગ્યાથી રાજ્યભરમાં લોક ડાઉન કરવામાં આવેલ છે.આ વૈશ્વિક મહામારી ને હળવાશથી લેતા કેટલાંક ઈસમો વિરૂદ્ધ ડુંગર પોલીસ દ્રારા લાલ આંખ કરવામાં આવી હતી.ડુંગર સહીત આજુ બાજુનાં ગામડાઓમાં લોક ડાઉનનો ચુસ્ત અમલ કરવા પ્રોબેશનલ ડી.વાય.એસ.પી.ડો.કે.આર.ઓઝા સાહેબ તથા  ડુંગર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ.સોલંકી સાહેબ તથા તેમની ટીમ દ્રારા જે ટોળા વળીને બેઠા હોય,તથા કામ વગર આંટા ફેરા કરતાં હોય આવાં ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં ૪૮ ઈસમો વિરુદ્ધ જાહેરનામાનાં ભંગનાં ગુનાહ દાખલ કરવામાં આવ્યાં,અને ૮૦ જેટલા વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં હતાં.પ્રોબેશનલ ડી.વાય.એસ.પી.ડો.કે.આર.ઓઝા તથા તેમની ટીમ દ્રારા ડુંગર સહીત આજુ બાજુનાં ગામડાઓમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે.જે કોઈ જાહેરનામા નો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..