Back

હળવદના સુસવાવ ગામ સમસ્ત તરફ થી ઘઉં, ચોખા, દાળ અને તેલ ની બનાવેલી ૫૦ કીટો નું સાત્વિક લીલ્લાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું

તારીખ : ૦૪/૦૪/૨૦૨૦, શનિવાર

સુસવાવ ગામ સમસ્ત તરફ થી ઘઉં, ચોખા, દાળ અને તેલ ની બનાવેલી ૫૦ કીટો નું સાત્વિક લીલ્લાહ ચેરીટેબલ ટ્રસ્ટ – હળવદ ને સાથે રાખી ને પરપ્રાંતીય મજૂરો અને સ્થાનિક જરૂરીયાતમંદ પરીવારો ને આજ રોજ હળવદ માં વિતરણ કર્યું. 

અમારૂ ટ્રસ્ટ હાલ માં લોક ડાઉન ની સ્થિતિ દરમિયાન જે સ્થિતિ સર્જાણી છે, તેમાં જે લોકો ને મુશ્કેલી પડી છે તેમની મદદે આવવાનું નકી કરેલ. આ સદર્ભે અમુક પરપ્રાંતીય મંજૂરો અને જરૂરિયાત મંદ પરીવારો ને લગભગ ક્યાય થી સહાય મળી નથી. તો તેવા પરીવારો ની યાદી બનાવીને અમો એ તૈયાર રાખેલ. આ પછી આજ રોજ સુસવાવ ગામ સમસ્ત વતી કૃષ્ણસિંહ હરપાલસિંહ ઝાલા તથા સુસવાવ ગામ ના જયદીપભાઈ વિનોદભાઈ મિસ્ત્રી, પ્રકાશભાઈ ચકાભાઇ કોળી તથા ગામ હળવદ ના વસંતપાર્ક માં રહેતા પરેશભાઈ પ્રહલાદભાઈ પટેલ અને કાળુભાઈ ઠક્કર અમારી ટ્રસ્ટ ની ઓફિસે અનાજ ની ૫૦ કીટો બનાવીને આવેલ. અને અમારા ટ્રસ્ટ દ્વારા કીટ દેવા આવેલ ભાઈઓ ની હાજરી મા જ બપોરે તમામ પરપ્રાંતીય મજૂરો અને જરૂરિયાતમંદ પરીવારો ને ફોન દ્વારા સંપર્ક કરી ને તમામ ને ટ્રસ્ટ ની ઓફિસે બોલાવીને સુસવાવ ગામ સમસ્ત ના દાતા ના હસ્તે જ તેમની અનાજ ની કીટ નું વિતરણ કરેલ. આ તકે અમારે ખાસ જણાવવાનું કે હળવદ તાલુકા નું સુસવાવ જેવા નાનકડા ગામે પણ લોકો ની ચિંતા કરીને માનવતા ને મહેકાવી છે. આ તકે અમે આ સેવા બદલ સુસવાવ ગામ સમસ્ત અને આવેલ પ્રતીનીધિઓ નો અમારૂ ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે. અને ઇશ્ર્વર સુસવાવ ગામ અને સેવા માં જોડાયેલા લોકો ને સતત નીરોગી અને સુખી સંપન્ન રાખે તેવી કુદરત પાસે પ્રાર્થના !!!

સ્થળ: હળવદ 

તારીખ : ૦૪/૦૪/૨૦૨૦ સાત્વિક લીલ્લાહ ચેરીટેબલ ટ્રસ્ટ 

98259 35941 98793 85894 99047 43947

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..