Back

ભાઈબંધ ની નિશાળ ભાવનગર ફુટપાથ શાળા માં બાળકો ને ભોજન

ભાઈબંધની નિશાળ ભાવનગર

ભાવનગરમાં ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા

સરકારશ્રી ના નિર્દેશો અનુસાર નિશાળ 16 માર્ચથી બંધ છે. પણ નિશાળ દ્વારા જરૂરિયાતમંદો ને દાતાઓ ના સહયોગથી ભોજન આપવાની વ્યવસ્થા શરૂ છે.

પણ ભૂખતો એમને પણ લાગે છે,તેમાંય બધું બંધ..ક્યાં માંગે..?ક્યાંથી લાવે .?કોણ આપે ..? 

આ પરિસ્થિતિમાં તમે અમારું ધ્યાન રાખી ઉપકાર કરો છો,ભગવાન તમને ઘણું આપે.

ભોજન મેળવતા પરિવારજનો ના ઉદગાર

લોકડાઉનની પરિસ્થિતિમાં કોઈ ભૂખ્યા ન સુવે તેવી મોદી સાહેબ ની અપીલને માન આપી ,આપસૌ ના સહયોગ થી ભાઈબંધની નિશાળ દ્વારા છેલ્લા 15 દીવસથી નિયમિત સાંજે સરકારશ્રીના નિયમોનું પાલન કરવા સાથે લોકો ને એકઠા કર્યા વગર,સોશ્યિલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરી તેમના પોતાના સ્થાને ભોજન આપી કોરોના ની સાવચેતી સમજાવવા સાથે હિરલબહેન સંદીપભાઈ વ્યાસ(શ્રદ્ધા મેડિકલ) દ્વારા આપેલ માસ્ક,સેનેટાઈઝર આપી મહામારી સામે લડવાની હિંમત આપી રહ્યો છું.*

આ દરિદ્ર નારાયણો ના ભોજન પ્રસાદ,ફ્રુટ,કોરા નાસ્તા,અનાજ માટે,એડવોકેટ અલકાબહેન,હાર્દિકભાઈ,સેવા સમર્પણ ગ્રુપ, સુનિલભાઈ રાજાણી(CA),ગીરીશભાઈ શેઠ,સ્મિતાબેન નરેન્દ્રભાઈ મિશ્રા,સુનંદાબહેન ભીમણી રાજાણી,એડવોકેટ દક્ષેશભાઈ ત્રિવેદી,હિતેશભાઈ બોબી,સમીરભાઈ મોદી, સમીરભાઈ (કોસમોસ),ડો.પૂર્ણિમા બહેન,જીતુભાઇ ખદરપર,મોનાબહેન નિલેશભાઈ અજમેરા તથા ધાર્મિનભાઈ દ્વારા યથાશક્તિ સહયોગ આપવામાં આવ્યો છે.

પ્રતિદિન ભાઈબંધો નિયમિત ભોજન બાદ નિશાળના ક્રમ મુજબ સામુહિક એકડા,કક્કા,ઘડિયાની મોપાટ આપી,જયહિંદ સાથે મને વિદાય આપે છે.

 રામનવમી નિમિત્તે ભાઈબંધો અને તેમના પરિવારો એ રામધૂન કરી પ્રભુ રામ ના ચરણો માં શિષ નમાવ્યું.

આ વ્યવસ્થા 14 એપ્રિલ સુધી અથવા જ્યાં સુધી લોક ડાઉન ની સ્થિતિ રહે ત્યાં સુધી શરૂ રાખવામાં આવશે.*

Matter By

NK Entertainment

Ahmedabad

7600487998

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..