Back

લોકડાઉન : પોલીસ દ્વારા રાજપીપલા શહેર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સથી ચાંપતી નજરઃ ૬ કેસ કરી ૫૮ વ્યકિતઓની અટકાયત

લોકડાઉન : પોલીસ દ્વારા રાજપીપલા શહેર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સથી ચાંપતી નજરઃ ૬ કેસ કરી ૫૮ વ્યકિતઓની અટકાયત


CCTV કેમેરાથી સજજ પોલીસ કંન્ટ્રોલરૂમ ધ્વારા રાજપીપલાના મુખ્ય માર્ગોનું થઇ રહેલું નિરીક્ષણ-મોનીટરીંગઃ વિવિધ જાહેરનામાના ભંગ બદલ ર કેસો કરી ૭ વ્યકિતઓની અટકાયત સાથે કાયદેસરની કાર્યવાહી



રાજપીપલા : જુનેદ ખત્રી

વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (covid-19) ના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે સરકાર ધ્વારા જાહેર કરાયેલા લોક ડાઉન સંદર્ભમાં જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર શાખામાં સતત ૨૪ કલાક (૨૪x૭) કંન્ટ્રોલ રૂમ કાર્યરત કરેલ છે. આ કંન્ટ્રોલ રૂમમાં પ્રજાનો તરફથી કોઇ રજૂઆત કે ફરિયાદ નોંધીને તેનો ઉકેલ લાવવામાં આવે છે અને તેનું જિલ્લા પ્રશાસન દ્વારા સતત મોનિટરીંગ કરાઇ રહ્યું છે.

વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (covid-19) ના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે સરકારશ્રી ધ્વારા જાહેર કરાયેલા લોક ડાઉન સંદર્ભમાં રક્ષણાત્માક ઉપાય અને અગમચેતીના ભાગરૂપે જિલ્લા પ્રસાશન ધ્વારા અમલમાં મૂકાયેલા વિવિધ જાહેરનામાઓનું ચુસ્તપણે અમલ થાય તે માટે નર્મદા જિલ્લા પોલીસ અધિકારી હિમકરસિંહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા પોલીસ ધ્વારા અધતન ટેકનોલોજી અને વિજાણું ઉપકરણોના ઉપયોગ થકી જાહેરનામાઓની અસરકારક અમલવારી થઇ રહી છે.

તદ્અનુસાર રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સાગબારા, સેલંબા, તિલકવાડા, ગરૂડેશ્વર, દેડીયાપાડા જેવાં ટાઉન વિસ્તારોમાં ડ્રોન ધ્વારા રોજબરોજ સર્વેલન્સ કરવામાં આવી રહયું છે, જેના આધારે નર્મદા જિલ્લા પોલીસ તરફથી વિવિધ વિસ્તારમાં ૬ જેટલા કેસો કરીને ૫૮ વ્યકિતઓની અટકાયત કરી તેમની સામે કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી છે.


તેવી જ રીતે નર્મદા જિલ્લા પોલીસ અધિકારીશ્રીની કચેરી ખાતે CCTV કેમેરા સાથે સજજ કંન્ટ્રોલરૂમ મારફત પણ રાજપીપળા શહેરના મુખ્ય માર્ગોનું સતત નિરીક્ષણ મોનીટરીંગ કરવામાં આવી રહયું છે અને તેના આધારે બે કેસો કરીને ૭ વ્યકિતઓની અટકાયત કરી તેમની સામે કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.પટેલ તરફથી પ્રાપ્ત થઇ છે. 

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..