Back

નર્મદા - નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના શંકાસ્પદ બે દરદીઓને આજે દાખલ કરાયા : બે નમુના ચકાસણી માટે મોકલાયા

નોવેલ કોરોના વાયરસ (COVID-19)


 નર્મદા - નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના શંકાસ્પદ બે  દરદીઓને આજે દાખલ કરાયા : બે નમુના ચકાસણી  માટે મોકલાયા



આજની પરિસ્થિતીએ હોમ કોરોન્ટાઇન ૧૪ અને આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસેલીટીમાં ૧૯ કોરોન્ટાઇન સહિત જિલ્લામાં કુલ ૩૩ વ્યક્તિઓ કોરોન્ટાઇન હેઠળ


રાજપીપલા -અનીશ ખાન બલુચી 


જિલ્લામાં આજદિન સુધી મોકલાયેલા ૯ સેમ્પલો પૈકી ૭ નેગેટીવ અને ૨ સેમ્પલ ચકાસણી હેઠળ પેન્ડીગ


 જિલ્લામાં આજદિન સુધી એક પણ કેસ પોઝીટીવ નોંધાયો નથી




રાજપીપલા, મંગળવાર :- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ. કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે  તા. ૭ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ ગરૂડેશ્વર તાલુકાના ઝરીયાવાડી ગામની  ૧ મહિલા અને ૧ પુરૂષ સહિત બે શંકાસ્પદ દરદીઓને  રાજપીપલા સિવીલ હોસ્પિટલ  ખાતે આજે બપોરે દાખલ કરીને તેમના સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. આજે દાખલ કરાયેલાં આ બન્ને દરદીઓ આશરે એક પખવાડિયા અગાઉના અરસામાં સુરત ખાતે સામાજિક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ તેમને શરદી-ખાંસીની તકલીફ  હોવાથી આજે રાજપીપલા સિવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં છે. 

  જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વધુ વિગતો મુજબ જિલ્લામાં આજદિન ચકાસણી માટે મોકલવામાં આવેલ કુલ ૯ સેમ્પલો પૈકી ૭ ના રિપોર્ટ નેગેટીવ આવેલ છે, જ્યારે આજે મોકલવામાં આવેલ બે સેમ્પલના રિપોર્ટ ચકાસણી હેઠળ પેન્ડીંગ છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસનો એક પણ  રિપોર્ટ પોઝીટીવ આવેલ નથી. તદ્દઉપરાંત આજની પરિસ્થિતિએ  હોમ કોરોન્ટાઇનમાં ૧૪ અને  સરકારી આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ખાતે ૧૯ કોરોન્ટાઇન સહિત જિલ્લામાં કુલ ૩૩ વ્યક્તિઓ કોરોન્ટાઇન હેઠળ હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઇ છે.

                                          

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..