Back

હાલોલ પોલીસે ગૂટખા અને શુંગારની દૂકાનના વેપારી સહિત ત્રણની અટકાયત કરી

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢીસરકાર કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા જાહેર અપીલ સાથે કાર્યવાહી કરવા છતાં પણ કોરોના વાયરસની ગંભીરતાનું ઉલંધન કરનારાઓ સામે હાલોલ પોલીસની ટીમે સતત છઠ્ઠા દિવસે લોકડાઉન દરમ્યાન પ્રતિબંધિત પાન પડીકી ગુટકા ની બે દુકાનો ખુલ્લી રાખનાર દુકાન પર છાપો મારી જાહેરનામા નો ભંગ બદલ બન્ને દુકાનચાલકોની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

  જયારે જિલ્લા એસ.ઓ.જી.પોલીસની ટીમે લોકડાઉનનો ભંગ કરી બંગડી ચાંદલા શૃંગાર ની દુકાન ચલાવતા ઇસમને ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.જયારે હાલોલ પોલીસે નગરમાં વિના કામે રખડતા ભટકતા 6 જેટલા ઈસમો સામે અટકાયતી પગલાં લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

  પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લોકડાઉન ની સાથો સાથ સોશ્યલ ડિસ્ટનસની પણ અમલવારી કડક પણે કરાય તે હેતુથી જીવન જરૂરી ચીજ વસ્તુ સિવાયના ભીડ એકત્રિત થાય તેવા તમામ ધંધા રોજગાર બંધ રાખવા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આવા ધંધા બંધ રાખવા આદેશ આપેલ હોવા છતાં અને ગત દિવસોમાં પોલીસ તંત્ર દ્વારા સતત કાયદાકીય કાર્યવાહી કરવા છતાં કેટલાક લોભિયા વેપારીઓ પરિસ્થિત ની ગંભીરતા જોયા વિના લોભ લાલચ માં આવી જઇ પોતાની પાન પડીકી ગુટકાનો ધંધો કરીયાણા ની ચીજ વસ્તુઓની આડમાં ચલાવી રહ્યા છે જેને લઈ હાલોલ પોલીસે સતત છઠ્ઠા દિવસે પણ આવા તત્વોને જેર કરવા કામગીરી આરંભી હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ જ્યોતિ કંપની પાસે આવેલ જગદંબા પ્રોવીજન સ્ટોર માં છાપો મારી જાહેરનામા ભંગ બદલ દુકાનચાલક લોકેન્દ્રસિંહ નારવતસિંહ પરમારની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી કરી હતી જ્યારે નગરના પ્રતાપપુરા ખાતે અર્બન તલાવડીમાં પણ કરીયાણાની દુકાનની આડ માં પાન પડીકી ગુટકા અને બીડી સિગારેટનું વેચાણ કરતા જીજ્ઞેશભાઈ રતનભાઈ પરમાર ની દુકાને છાપો મારી જાહેરનામા નો ભંગ બદલ તેની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે ત્રીજા સ્થળે પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી.ની ટિમ ત્રાટકી હતી જેમાં હાલોલ નગરના કંજરી ચોકડી પાસે આવેલ નગર પાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલ જલારામ સ્ટોરમાં  બંગડી ચાંદલા શૃંગાર ની વસ્તુઓ ની વેચાણ કરવા દુકાન ખુલ્લી રાખી લોકડાઉન દરમ્યાન કલેકટર ના જાહેરનામા ભંગ કરતા દુકાન ચાલક ધર્મેન્દ્ર બાબુભાઇ ઠક્કર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી તેની અટકાયત કરી હતી.

●હાલોલ નગરમાં પોલીસ તેમજ લાગતા વળગતા તમામ તંત્રની વારંવારની સૂચનાઓ અને વિનંતી કરવા છતાં લોકડાઉન દરમ્યાન સરેઆમ કાયદાનો ભંગ કરી કોરોના વાયરસના સંક્રમનની ગંભીરતાને ધ્યાને લીધા આમતેમ રખડતા તત્વો સામે હાલોલ પોલીસે કડક હાથે કામ લઈ નગરના વિવિધ વિસ્તારોમાં વિના કામે બેફામ રખડતા તત્વો ને ઝડપવા કવાયત હાથ ધરી મંગળવારે બપોર સુધીમાં 6 લોકોની અટકાયત કરી તેઓની સામે લોકડાઉન દરમ્યાન જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરના જાહેરનામા ભંગ અન્વયે ફરિયાદ દાખલ કરી કાયદાકિય કાર્યવાહી કરી હતી તેમજ  નગરના તમામ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની બાજ નજર હેઠળ વિના કામે રખડતા ટોળા બની ગલીઓ ફળિયાઓ ના નાકે બેસતા સોસાયટીઓમાં ટોળ ટપ્પા કરતા તત્વો સામે પોલીસ તંત્ર નજર રાખી રહ્યું હોવાનું પોલીસ  સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..