Back

કાલોલ તાલુકા માં અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત મામલતદાર કચેરી દ્વારા ૪૦૯ જેટલી અનાજ ની કિટો નું વિતરણ .

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



જે લોકો પાસે કાર્ડ છે પરંતુ એન.એસ.એફ.એ હેઠળ નોંધાયા નથી તથા જેઓ ને ઘર નથી, કુટુંબ નથી કે જેઓ સ્થળાંતર કરી આવેલા છે ,જેઓ છૂટક મજુરી કરે છે જેઓ પાસે કોઈ  રેશનકાર્ડ નથી તેવા લોકોને ગુજરાત સરકાર દ્વારા અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત  સંખ્યા મુજબ ૮ કિલો તેમજ ૫ કિલો  અનાજ ની કીટ જેમાં ઘઉં, ચોખા, દાળ, મોરસ, મીઠુ ની કુલ ૪૦૯ લાભાર્થી ને  કીટ નું મામલતદાર કચેરી અને તેમની ટિમ દ્વારા કરવામાં આવ્યું જેમાં કાલોલ નગરમાં ૭૨ કીટ, બરોલા માં ૩૫,ફુટેવાળ-નેસડા માં ૧૧૩,બાકરોલ ૮૩,વરવાડા ૧૦૬ કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..