Back

વિજાપુર ગ્રામ પંચાયતોને કોરોના સંક્રમણ અટકાવવા જીલ્લા વિકાસ અધિકારી એ આપી તાકીદ


વિજાપુર ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ અટકાવવા ગ્રામ પંચાયતો ને જીલ્લા વિકાસ અધિકારી એ તાકીદ આપી

વિજાપુર , તા.07 એપ્રિલ 2020, મંગળવાર

વિજાપુર તાલુકા ના ગામડાઓમાં કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતોને તાકીદ કરવામાં આવી છે. જેમાં લોકડાઉન અને ૧૪૪ની કલમનો ચુસ્તપણે અમલ કરી નિયમોનું પાલન થાય તેની તકેદારી રાખવા નિર્દેશો આપવામાં આવ્યા છે. 

કોરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા તાલુકા સહીત જીલ્લા નુ  આરોગ્યતંત્ર સાબદુ બન્યુ છે. ૧૪ એપ્રિલ સુધીના લોકડાઉનનો અમલ શહેરી વિસ્તારોની તુલનામાં હજુયે ગામડાઓમાં જોવા મળ્યો નથી. જેથી ડીડીઓ એમ.વાય. દક્ષિણી એ કોરોના અંતર્ગત જાહેર કરાયેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તમામ ગ્રામ પંચાયતોને આદેશ કર્યા છે. જેમાં દરેક ગ્રામિણને કોરોના વાઈરસ અંગે ની જાણ કરવી, સંક્રમિત વ્યક્તિના રહેઠાણની જગ્યાએ નોટીસ લગાવવી, આરોગ્ય અધિકારી દ્વારા અપાતા નિયમોનું પાલન કરાવવા, સંક્રમિત લોકોને હોસ્પિટલાઈઝ કરાવવા, ગામમાં જાહેર તેમજ ધાર્મિક સ્થળોને જંતુમુક્ત બનાવવા, સંક્રમિત વ્યક્તિ કે તેના કુટુંબ દ્વારા બનાવાયેલ ખાણીપીણીની વસ્તુઓના વેચવા પર પ્રતિબંધ, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, ખોટી અફવાઓ તેમજ માન્યતાઓથી દૂર રહેવા જેવા નિયમોનું પાલન કરવા જણાવવા માં આવ્યુ છે

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..