Back

લોકડાઉન નો ભંગ કરતા ૪ ઈસમો ને હાલોલ ડી.વાય. એસ.પી સ્કોડે પકડી કાલોલ પોલીસ ને સોંપ્યા.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કોરોના વાયરસ ના વ્યાપ ને કારણે હાલમાં લોક ડાઉન ચાલી રહ્યું છે કોરોના ને અટકાવવા માટે ગમે તે જગ્યાએ ચાર થી વધુ વ્યક્તિ ને ભેગા થવા પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે હાલોલ ડિવિઝન ની ડી.વાય.એસ.પી સ્કોડ સોમવારે કાલોલ ડેરોલ વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતી ત્યારે કાલોલ જી.આઈ. ડી.સી માં સરીયામ રોડ ઉપર ભેગા થઈને લોક ડાઉન નો ભંગ કરતા રવિન્દ્ર પ્રવિણભાઈ રાઠોડ ,સંજય અર્જુનસિંહ સોલંકી,મહેશ રમણભાઈ રાઠોડ,પ્રવીણભાઈ ડાહ્યાભાઈ સોલંકી ની જાહેરનામા ભંગ બદલ કાલોલ પોલીસ ને સોંપી ફરિયાદ નોંધાવી છે જેની તપાસ કાલોલ પોલીસ દ્વારા શરૂ કરી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..