Back

કોરોના ને કારણે કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબ દ્વારા મુસ્લિમ બિરાદરોને શબે બરાત પર્વ નિમિત્તે ઘરમાં ઇબાદત કરવા અપીલ.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કાલોલ સ્થિત જુમ્મા મસ્જીદના ખતીબ (વક્તા) મોલાના અબ્દુલ રશીદ તરફથી  તથા કાલોલ નગરપાલીકાના કાઉન્સિલર અને સામાજિક આગેવાન શકીલભાઇ વાઘેલા તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોએ કાલોલ ના મુસલમાનો ને  ખાસ અપીલ કરી કે દરેક મુસ્લિમ બિરાદરો સરકારી આદેશ મુજબ કોરોના વાયરસ ના સંક્રમણ ને ધ્યાન માં લઈ પ્રજાહિતમાં તેમજ તમારા પોતાની સલામતી માટે (શબેબરાત) મોટી રાત તારીખ ૯/૪/ ૨૦૨૦ ગુરૂવારના રોજ રાત્રે કોઈપણ વ્યક્તિ કબ્રસ્તાન કે પછી કોઈ દરગાહ ઉપર ન જાય ઘરમાં નમાજ પડે ઘરમાં જ ફાતિયા ખ્વાની કરી પોતાના મર્હુમ માટે ઇસાલે સવાબ કરે કોઈ યોગ્ય કારણ વિના બહાર ન નીકળી ઘરમાં જ રહે તમામ સરકારી ખાતાઓ ના કર્મચારીઓની તેમજ પોલીસ ખાતાની સૂચનોનું ચુસ્ત પાલન કરે અને તેઓને સંપૂર્ણ સાથ સહકાર આપે ગરીબ પડોશી કે જે કોઈપણ ધર્મ જાતિના હોય તેઓના ખાસ ખ્યાલ રાખે તેમની ભરપૂર મદદ કરે અને માનવ ધર્મ નિભાવે .ખાસ સુચના એ પણ છે કે કાલોલ જુમ્મા મસ્જિદ માં મોટી રાત (શબેબરાત)ની નમાજ થશે નહીં માટે દરેક  પોતપોતાના ઘરે જઈ ઇશા ની નમાઝ અદા કરીને શબેબરાત ની નફીલ નમાઝ અદા કરી આ ગંભીર મહામારી ના સમયમાં તંત્રને પૂરતો સહકાર આપવો લોકડાઉનની ગાઇડ લાઇનનો સંપૂર્ણ પાલન કરવું કોરોના ની મહામારી અટકાવવા માટે જ સરકાર લોકડાઉન જાહેર કર્યું છે એવું મોલાના અબ્દુલ રશીદ દ્વારા જણાવાયું હતું.

આ શબે બરાતની રાત્રિએ જાગવાની રાત છે.આવા સમયે શેરી.મોહલ્લા.સોસાયટીની બહાર ટોળાં એકત્ર કરવા નહીં. પોતપોતાના ઘરમાં રહીને ઇબાદત કરવી તેવી અપીલ કરવામાં આવી હતી.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..