Back

પંચમહાલ:-પાવાગઢ પોલીસે ટેમ્પામાં લઇ જવાતા નવ ગૌવંશોને બચાવી લીધા, ટેમ્પાચાલક ફરાર

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર.કાદિરદાઢી



હાલોલ તાલુકાના ઝાંખરીયા ગામે થી પાવાગઢ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન મંગળવારે વહેલી પરોઢે એક 407 ટેમ્પામાંથી 6 ગાયો તેમજ ત્રણ બળદ ને મુશ્કેટાટ ક્રૂરતાપૂર્વક બાંધી કત્લના ઇરાદે કતલખાને લઈ જવાતા ઝડપી પાડયા હતા એકબીજા ઉપર ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા ગૌવંશમાંથી એક બળદ મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ જતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

   પોલીસ વર્તુળો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે પરિસ્થિતિની લઈ પાવાગઢ પોલીસની ટીમ ગત રાત્રી દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન પોલીસને મળસ્કે 4-30 કલાકની આસપાસ વિશ્વનિય સૂત્રો પાસેથી માહીતી મળી હતી કે ઝાંખરીયા ગામે રોડ પર એક 407 ટેમ્પો ઉભો છે જેમાં  ગાયો તેમજ બળદો ભરેલા છે જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી જઇ જોતા ટેમ્પોમાં દોરડા વડે મુશ્કેટાટ અને ક્રૂરતાપૂર્વક ગાયો તેમજ બળદોને કોઈ પણ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના લઈ જવાઇ રહ્યા હતા જોકે ટેમ્પો  ચાલક પોલીસને જોઈ અંધારાનો લાભ લઇ  ફરાર થઈ જતા પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા કોઈ આધારભૂત કાગળો મળી ન આવતા પોલીસે ટેમ્પોને પાવાગઢ પોલીસ સ્ટેશને લાવી અજવાળામાં તપાસ કરતા ગાયો 6 નંગ બળદ 3 નંગ મળી કુલ 9 જેટલા ગૌવંશ ટેમ્પોમાંથી કત્લ ના ઇરાદે કતલખાને લઈ જવાતા મળી આવ્યા હતા જેમાં આ અબોલ મૂંગા ગૌવંશને ટેમ્પોમાંથી બહાર કઢાતા ઉપરા છાપરી એક બીજા ઉપર ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલા આ ગૌવંશમાંથી  એક બળદ મૃત હાલતમાં મળી આવ્યો હતો જેને અંતિમ સંસ્કાર માટે પાવાગઢ ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યો હતો 

   પાવાગઢ પોલીસે કુલ 8 જેટલા ગૌવંશ જેની એક નંગ લેખે અંદાજે કિંમત 10,000/-  ગણી કુલ 80,000/- ના ગૌવંશ તેમજ ટેમ્પો જેની અંદાજે કિંમત 2,00,000/- મળી 2,80,000/- નો મુદ્દામાલ કબજે લઈ   ગુજરાત પશુ સંરક્ષણ સુધારા હેઠળ  ગુનો નોંધી  ફરાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..