Back

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ની સુચનાથી લોકડાઉનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બિનજરૂરી કામ વગર નિકળતા લોકોની અટકાયત કરી પોલીસ દ્વારા કડક કાર્યવાહી અમલમાં

સુરેન્દ્રનગરના જીલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તા.૨૫-૩-૨૦૨૦ થી ૧૪-૦૪-૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે આ લોકડાઉનનો કડક અમલ કરવામા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા દ્વારા કડક અમલવારી કરવામાં આવી છે. ડીવાયએસપી એ.બી.વાળંદ, સી.પી.આઇ કે.એચ.ત્રિવેદી સહીતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તેમજ લોકડાઉનનો કડક અમલ કરવાના ભાગરૂપે જાહેર રોડ તેમજ સોસાયટીના નાકે બિનજરૂરી બહાર નિકળી જીલ્લા મેજી.સા.સુરેન્દ્રનગરનાઓના જાહેરનામાનો ભંગ કરતાઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવી રહી છે. ત્યારે વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા એસ.ઓ.જી.ની ટીમની મદદથી ડ્રોન કેમેરાદ્વારા જાહેર રસ્તા ઉપર તેમજ સોસાયટીના નાકે બિનજરૂરી એકઠ થઇ જાહેરનામાંનો ભંગ કરતા કુલ.૫ ઇસમોને પકડી પાડી તેમજ વિરૂધ્ધ જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જયારે વઢવાણ પોલીસ મથક દ્વારા કુલ ૨૧ ઇસમો વિરૂધ્ધ જાહેરનામાં ભંગની તથા એમવીએકટ ૨૦૭ મુજબ કુલ ૫૩ વાહનો ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જયારે આ કામગીરીમાં એસ.બી.સોલંકી પો.સબ ઇન્સ.વઢવાણ, યોગેન્દ્રસિંહ એન. ચુડાસમા એસઆઇ એસઓજી, એમ એમ. ગામારા એએસઆઇ વઢવાણ, હસમુખભાઇ ડી.પરમાર પો. કોન્સ. એસઓજી., એસ.પી.વાધેલા પો. હે. કો. વઢવાણ, પી.કે.ગઢવી પો.હેઙ કોન્સ.વઢવાણ,આર.ડી.સોલંકી પો.હેડ કોન્સ.વઢવાણ સહીતના કામગીરી કરી રહ્યા છે. જયારે વધુમાં આ કડક અમલવારી જયા સુધી લોકડાઉન રહેશે ત્યા સુધી સતત પોલીસ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવશે. ( સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા )

સુરેન્દ્રનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..