Back

જામનગર માં કોરોના ગ્રસ્ત બાળક નું મુત્યુ

જામનગરનો પ્રથમ કોરોના કેસ બાળક જે ૫ તારીખે એડમિટ થયેલ હતું તેનું આજે ૭ તારીખે રાત્રે ૮:૦૦ વાગ્યે અવસાન થયેલ છે. બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ‌ થવાના કારણે થયેલ છે. બાળક જયારથી એડમિટ થયું ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર પર જ હતું. દાખલ થયેલ ત્યારથી સ્થિતિ નાજુક હતી, ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસો થયા પરંતુ તેમના હાર્ટ અને કિડની પર પહેલેથી જ અસર હતી. લગભગ એક દિવસથી બાળકની પરિસ્થિતિ વધુ ગંભીર થવાથી આજરોજ બાળકનું અવસાન થયેલ છે....


બાળકની અંતિમવિધિ ની ક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. બાળકનાં માતા-પિતાને તેમના બાળકને દૂરથી દેખાડી અને તેમની ધાર્મિક વિધિ બાદ ગાઈડલાઈન અનુસારની પ્રક્રિયા કરી તેને દાટી દેવામાં આવેલ છે.

અહેવાલ :- હર્ષલ ખંધેડિયા