Back

ભરૂચ ખાતે એ.પી.એમ.સી બંધ કરાતા ખરીદી માટે હજારોની ભીડ ઉમટી પડી હતી

ભરૂચના એ.પી.એમ.સી ને વડદલા ખાતે સ્થળાંતરિત કરવાના તંત્રના નિર્ણય બાદ એ.પી.એમ.સી ખાતે હજારોની ભીડ ઉમટી પડતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ શહેરની મનુબર ચોકડી વિસ્તારમાં આવેલા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ એ.પી.એમ.સી ના કામકાજને વડદલા ખાતે નવા બનેલા એ.પી.એમ.સી ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 14 મી તારીખ સુધી હાલના એ.પી.એમ.સી ને સંપુર્ણપણે બંધ રાખવાના નિર્ણયની જાણ થતાં એ.પી.એમ.સી ખાતે હજારો લોકો શાકભાજીની ખરીદી માટે ઉમટી પડયાં હતાં કોરોના વાયરસના કારણે કલમ -144 લાગુ હોવા છતાં હજારો લોકો એક સાથે ખરીદી માટે એ.પી.એમ.સી ખાતે આવી પહોંચ્યાં હતાં ભારે ભીડના કારણે રસ્તા પર ટ્રાફિકજામ થઇ ગયો હતો 14મી તારીખ સુધી એ.પી.એમ.સી વડદલા ખાતે કાર્યરત રહેશે નવું એ.પી.એમ.સી શહેરથી 10 કીમી કરતાં વધારે અંતરે આવેલું છે એ.પી.એમ.સી ના સ્થળાંતર બાદ હવે ભરૂચવાસીઓએ શાકભાજી માટે લારીઓ વાળાઓ ઉપર વધારે આધાર રાખવો પડશે 

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..