Back

મોરબી ખાતે દાઉદી વહોરા સમાજ દ્વારા પેકેટનું વિતરણ કરવામાં આવ્યા

મોરબી ખાતે દાઉદી વહોરા કોમના ધર્મ ગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદિન સાહેબની સુચનાથી મોરબીના ભાઈ સાહેબ(આમીલ) કેઝારભાઈ સાહેબની નીગરાણીમાં મોરબી શહેરમાં આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં આશરે ૬૦૦ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ જેમાં મોરબી જમાઅતના સેક્રેટરી શ્રી અબ્બાસભાઈ ઇસાજી તથા ઝુઝરભાઈ અમીન તથા હોજેફા લોખંડવાલા તથા રાજ લોખંડવાલાએ જહેમત ઉઠાવેલ.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..