Back

જસદણ લુહાર સુથાર સમાજનું જબરુ યોગદાન

જસદણમાં સેવાકાર્યમાં લુહાર સુથાર સમાજનું જબરું યોગદાન


જસદણમાં હાલ કોરોના વાઇરસ લોકડાઉન પરિસ્થિતિ વચ્ચે જલારામ મંદિર દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને જમાડવાનું સદકાર્ય થઈ રહ્યું છે આ કાર્યમાં જસદણ લુહાર સુથાર સમાજના અગ્રણીઓ કાન્તિભાઈ ડોડીયા, પ્રવીણભાઈ પરમાર, વિજયભાઈ રાઠોડ, કૌશિકભાઈ કવૈયા, દિનેશભાઇ પીઠવા, અરવિંદભાઈ પરમાર, દિલીપભાઈ ઉમરાળિયા, મહેશભાઈ દાવડા, સુજિતભાઈ રાઠોડ, જયેશભાઇ દાવડા વગેરેનાઓએ મળી જલારામ મંદિરોના સંચાલકોને રૂપિયા એકાવન હજારનો ચેક અર્પણ કર્યા હતો જલારામ મંદિરમાં સેવા કાર્યો કરતા લોકો દરરોજ હજ્જારો લોકોને કોઈ મોટાઈ દેખાડ્યા વગર સદકાર્યો કરી રહ્યાં છે ત્યારે લુહાર સુથાર સમાજ આ પવિત્ર કાર્યમાં સહયોગ આપ્યો તે બદલ સલામને પાત્ર છે. રીપોર્ટ કરશનભાઈ બામટા આટકોટ

જસદળ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..