Back

આરોગ્ય અને પોલીસ તંત્રની સધન કામગીરી

રાજુલાના માંડળ અને દાતરડી ચેકપોસ્ટ પર આરોગ્ય અને પોલીસ વિભાગની સઘન કામગીરી


હાલ દુનિયાના તમામ દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સમગ્ર ભારત દેશ અને ગુજરાતમાં પણ આની અસર જોવા મળેલ છે જેની સાવધાની અને તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે આમાંથી જ એક મહત્વનો ભાગ કોરોના અટકાયતમાં ખૂબ મદદરૂપ બની રહે તેવુ ચેકપોસ્ટ દ્વારા થતું વાહનોનું સઘન ચેકિંગ અને આરોગ્ય સ્ક્રિનિંગ છે જે અંતર્ગત રાજુલા તાલુકામાં વોડા ખોડીયાર મંદિર પાસેની માંડળ ચેકપોસ્ટ અને પાંચ પીપળી ખાતેની દાતરડી ચેક પોસ્ટમાં આરોગ્યના મ.પ.હે.વ.ભાઈઓ તેમજ પોલીસ વિભાગમાંથી સંજયભાઈ કલસરિયા અને કનુભાઈ મોભ સહિતનો સ્ટાફ રાત-દિવસ ખડે પગે હાજર રહી ફરજ બજાવી પોતાની સુંદર કામગીરી કરી રહ્યો છે જેમા બહારથી આવતા વાહનોને રોકી તેમાં રહેલા વ્યક્તિઓનુ આરોગ્યના સ્ટાફ દ્વારા સ્ક્રિનિંગ કરવામા આવી રહ્યુ છે જેથી જીલ્લા કે રાજ્ય બહારથી આવતા કોઈપણ વ્યક્તિ કોરોના વાયરસ સસ્પેક્ટેડ હોય તો તેમને તુરંત જ ઓળખી શકાય અને તેને અલગ તારવી શકાય જેથી સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય અને તેની સંપૂર્ણ ટ્રાવેલ હિસ્ટ્રિ તેમજ નામ,ઉંમર,મોબાઈલ નંબર જેવી ઉપયોગી માહિતી મેળવી શકાય છે.આ કામગીરીમાં ફરજ બજાવતા તમામ સ્ટાફને માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેમજ આરોગ્યની સમગ્ર કામગીરીનુ મોનિટરીગ અને સુપરવિજન તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા અને સુપરવાઈઝર સંજયભાઈ દવે દ્વારા કરવામા આવી રહ્યુ છે તેમજ રીપોર્ટિંગની કામગીરી સુપરવાઈઝર નજુભાઈ કોટીલા અને ભનુભાઈ લાડુમોર દ્વારા કરવામાં આવી રહી છે જે યાદીમાં જણાવેલ છે

યોગેશ કાનાબાર

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..