Back

પીપાવાવ પોર્ટ માં એલર્ટ રહેવાનું જણાવતા રવુભાઈ ખુમાણ

*વંદે માતરમ્*

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના ના લીધે મહા મારી ચાલી રહી છે ત્યારે ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વ મા ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ તકેદારી રાખવામાં આવી છે અને સાથે તંત્ર પણ ખડે પગે પોતાની ફરજ નિભાવી રહી છે અને સાથે સાથે આ સેવા યજ્ઞ મા જોડાયેલી દરેક સામાજિક સંસ્થા ઓ ને નમન....

મારે વધુ મા માત્ર ધ્યાન દોરવાનું છે કે આપણા વિસ્તાર રાજુલા જાફરાબાદ ની નજીક પીપાવાવ પોર્ટ આવેલું છે બે દિવસ થી જાણવા મળ્યું છે કે ત્યાં વિદેશ થી કાર્ગો શિપો આવી રહ્યા છે અને તે અહીં ખાલી થઈ રહ્યા છે ત્યારે તે શીપ મા રહેલો સ્ટાફ જે તે દેશ માથી આવતો હોય ત્યાં ની પરિસ્થિતિ થી આપણે અજાણ હોઈએ છીએ.. અને તે આવનારો સામાન અને વસ્તુ ત્યાં ના મજૂરો દ્વારા આ શીપ મા લોડીંગ કરવામાં આવ્યું હશે અને અહીં આપણા વિસ્તાર ના મજૂરો દ્વારા ખાલી કરવામાં આવતું હશે.. ત્યારે પીપાવાવ પોર્ટ દ્વારા હાલ આ કામ શરૂ છે અને આ મજૂરો રાજુલા જાફરાબાદ મહુવા ના રહેવાસી હોય છે... ત્યારે આ કોરોના વાઇરસ નું સંક્રમણ ભૂલ મા પણ આવી જશે તો તે સમગ્ર વિસ્તાર ને આ નું ખરાબ પરિણામ ભોગવવું પડશે તેમાં કોઈ મન મિખ નથી.. કારણ કે તે લોકો પોતાની ખરીદી કરવા શહેર મા આવશે અને ત્યાં એકબીજા વેપારી અને ધંધાર્થી અને પરિવાર ની સાથે મળશે જ...

મારી નમ્ર વિનંતી છે કે હાલ સમગ્ર દેશ મા લોક ડાઉન ચાલી રહ્યું છે તો આવી પરિસ્થિતિમાં મા પીપાવાવ પોર્ટ (APM terminals) દ્વારા ચાવસેતી રાખવામાં આવે તેમજ જે લોકો આ કામ સાથે સંકળાયેલા છે તેઓ ની કાળજી કંપની તેમજ તંત્ર દ્વારા લેવામાં આવે અથવા આવનારા ટૂંક સમય માટે આ કામ સ્થગિત રાખવામાં આવે તેવી મારી વિનંતી છે... કારણ કે કામ માટે થઈ અને માનવ જીવન ને જોખમ મા ના મુકવામાં આવે... આભાર 🙏

*રવુંભાઇ ખુમાણ*
*મહામંત્રી અમરેલી જિલ્લા ભાજપ*

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..