Back

રાજપીપલા ગઇકાલના શંકાસ્પદ બે દરદીઓના સેમ્પલ ચકાસણીમાં નેગેટીવ : આજદિન સુધીના તમામ નવ સેમ્પલ નેગેટીવ

 નર્મદા  નોવેલ કોરોના વાયરસ (COVID-19)

 રાજપીપલા  ગઇકાલના શંકાસ્પદ બે દરદીઓના સેમ્પલ ચકાસણીમાં નેગેટીવ : આજદિન સુધીના તમામ નવ સેમ્પલ નેગેટીવ



આજની પરિસ્થિતીએ હોમ કોરોન્ટાઇન ૧૪ અને આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસેલીટીમાં 

૧૯ કોરોન્ટાઇન સહિત જિલ્લામાં કુલ ૩૩ વ્યક્તિઓ કોરોન્ટાઇન હેઠળ


નર્મદા  - અનીશ ખાન બલુચી 


આજે કોઇ નવો કેસ નોંધાયેલ નથી: જિલ્લામાં આજદિન સુધી 

 એક પણ કેસ પોઝીટીવ નોંધાયો નથી



રાજપીપલા, બુધવાર :- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ. કશ્યપ તરફથી આજે  તા. ૮ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ગરૂડેશ્વર તાલુકાના ઝરીયાવાડી ગામની ૧ મહિલા અને ૧ પુરૂષ સહિત બે શંકાસ્પદ દરદીઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને ચકાસણી માટે મોકલાયેલા તેમના સેમ્પલનો રિપોર્ટ આજે નેગેટીવ આવ્યા છે. આમ, જિલ્લાનાં આજદિન સુધી ચકાસણી માટે મોકલાયેલા તમામ ૯ દરદીઓના રિપોર્ટ નેગેટીવ આવેલ છે. આજની સ્થિતિએ જિલ્લામાં એકપણ કેસ પોઝિટીવ નોંધાયો નથી.


  જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વધુ જાણકારી મુજબ આજની પરિસ્થિતિએ  હોમ કોરોન્ટાઇનમાં ૧૪ અને  સરકારી આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ખાતે ૧૯ કોરોન્ટાઇન સહિત જિલ્લામાં કુલ ૩૩ વ્યક્તિઓ કોરોન્ટાઇન હેઠળ છે.         

                            

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..